હવે ગજવામાં ઍરકન્ડિશનર રાખો, જે ઠંડીમાં ગરમાવો આપશે અને ગરમીમાં ઠંડક

21 May, 2021 03:36 PM IST  |  Mumbai | Harsh Desai

પીઠમાં કપડાંની અંદર રાખી શકાય એવા ટચૂકડા પૉકેટ એસીનું તાપમાન સ્માર્ટફોનથી કન્ટ્રોલ પણ થઈ શકશે

હવે ગજવામાં ઍરકન્ડિશનર રાખો, જે ઠંડીમાં ગરમાવો આપશે અને ગરમીમાં ઠંડક

કભી ઠંડી તો કભી ગરમી, મુંબઈના વાતાવરણમાં ભેજ અને હ્યુમિડિટીને કારણે બહુ અકળામણ થતી રહે છે. ઘરમાં તો એસી ચાલુ કરીને તમે અનુકૂળ ટેમ્પરેચર સેટ કરી દઈ શકો, પણ બહાર ફરવાનું થાય ત્યારે ગરમીનું શું? એ માટે આવી ગયું છે પોર્ટેબલ એસી. તાજેતરમાં સોનીએ રેઓન પૉકેટ ૨ એસી લૉન્ચ કર્યું છે જે ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ગરમાટો આપે છે. આ ડિવાઇસ ટેમ્પરેચર બદલવા માટે ખાસ પ્રકારના સ્ટેઇનલેસ સ્ટીલનો ઉપયોગ કરે છે. 
આ પહેલાં પણ કંપનીએ પોર્ટેબલ એસી વિકસાવ્યું હતું, પરંતુ આ નવું ડિવાઇસ સ્માર્ટફોનથી ઑપરેટ કરી શકાશે. ડિવાઇસ બૉડીના ટચમાં રહીને એને ઠંડક કે ગરમી આપે છે. અત્યારે આ ડિવાઇસ જપાનમાં લૉન્ચ થયું છે જેની કિંમત લગભગ ૧૦,૩૦૦ રૂપિયા છે અને આગામી વીકમાં એને ગ્લોબલી લૉન્ચ કરવામાં આવશે. 
પૉકેટ એસીની ખાસિયતો શું?
આ ડિવાઇસ સ્વેટ પ્રૂફ અને ડ્રિપ પ્રૂફ છે. એમાં ખાસ પ્રકારના સ્ટેઇનલેસ સ્ટીલનો ઉપયોગ થયો છે જે બૉડીના કૉન્ટેક્ટમાં આવે છે અને તમે સ્માર્ટફોન દ્વારા એનું ટેમ્પરેચર કન્ટ્રોલ કરી શકશો. આ માટે એક ઍપ ડાઉનલોડ કરવાની રહેશે. 
એની સાઇઝ સ્માર્ટફોન કરતાં પણ નાની છે અને શર્ટ કે ટીશર્ટની અંદર પીઠમાં ભરાવી શકાય એવી છે. 
પોર્ટેબલ ફૅન પણ છે
કન્ટ્રોલ ફ્યુચર નામની કંપનીએ ગળામાં પહેરવાના બ્લુટૂથ હૅન્ડ્સફ્રી જેવાં હૅન્ગિંગ નેક ફૅન્સ લૉન્ચ કર્યાં છે. યુએસબી રીચાર્જેબલ પર્સનલી પહેરી શકાય એવાં ફૅન મુંબઈમાં આઉટડોર્સ ફરવા માટે બહુ જ કામનાં છે. ગળામાંના આ ફૅનમાં ખાસ કૉટન રાખવાની જગ્યા છે જેને તમે પર્ફ્યુમવાળું કરીને મૂકી દો તો હવાની સાથે ફ્રેગરન્સ પણ તમારી આસપાસ લહેરાતી રહેશે. ગળામાં ભરાવેલાં ફૅનમાં સાત બ્લેડ્સ છે. લિથિયમ આયન બેટરીથી ચાલતું આ ડિવાઇસ એક વારના ચાર્જિંગમાં સાડાચારથી બાર કલાક ચાલી શકે છે. તમે કઈ સ્પીડ પર ફૅન ચલાવો છો એના આધારે એનું ચાર્જિંગ ચાલે છે. 
કિંમતઃ ૧૩૫૦ રૂપિયા 
ક્યાં મળશે? : Amazon પર
 
10300
આટલા રૂપિયા કિંમત છે પોર્ટેબલ- વેરેબલ એસીની, જે અમેઝોન પર મળી જશે

 

 

technology news tech news harsh desai columnists