આઇફોનમાંથી ઍન્ડ્રૉઇડમાં વૉટ્સઍપ ડેટા ટ્રાન્સફર બનશે સરળ

30 July, 2021 01:05 PM IST  |  Mumbai | Harsh Desai

વૉટ્સઍપ હાલમાં એના બીટા વર્ઝનમાં ડેટા ટ્રાન્સફર ટૂલને ટેસ્ટ કરી રહ્યું છે અને બહુ જલદી એને તમામ યુઝર્સ માટે જાહેર કરશે

ઝર્સ માટે તેના ડેટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આથી જ આઇફોનમાંથી ઍન્ડ્રૉઇડમાં ડેટા ટ્રાન્સફર કરવા હોય તો યુઝર્સ માટે ખૂબ જ મુશ્કેલ હતું

વૉટ્સઍપ એની ઍપ્લિકેશનની સિક્યૉરિટી અને યુઝર્સની પ્રાઇવસી પર વધુ ફોકસ કરી રહ્યું છે. યુઝર્સની પ્રાઇવસી માટે તેઓ સતત નવાં-નવાં ફીચર ઍડ કરતાં રહે છે. હાલમાં જ નવી અપડેટમાં તેમણે આર્કાઇવને વધુ સેફ અને સિક્યૉર બનાવ્યું છે જેથી યુઝર્સની પ્રાઇવસી જળવાઈ રહે છે. પહેલાં આર્કાઇવમાં કોઈ ચૅટને ઍડ કરવામાં આવી હોય અને નવો મેસેજ આવે તો એ બહાર નૉર્મલ ચૅટમાં આવી જતી હતી. જોકે નવી અપડેટમાં ચૅટ આર્કાઇવમાં હોય અને નવો મેસેજ આવે તો પણ એ આર્કાઇવમાં જ રહે છે. આ માટે સેટિંગ્સમાં જઈને ઑપ્શન પસંદ કરવાનો હોય છે. આ સાથે જ વૉટ્સઍપ યુઝર્સની જરૂરિયાત પર પણ તેઓ વધુ ધ્યાન આપી રહ્યા છે. તેઓ હવે ડેટા ટ્રાન્સફર માટે પણ નવું ટૂલ ટેસ્ટ કરી રહ્યા છે.

ડેટા ટ્રાન્સફર

યુઝર્સ માટે તેના ડેટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આથી જ આઇફોનમાંથી ઍન્ડ્રૉઇડમાં ડેટા ટ્રાન્સફર કરવા હોય તો યુઝર્સ માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ માટે ઘણી થર્ડ પાર્ટી ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે એની પણ સો ટકા ગૅરન્ટી નહોતી. તેમ જ ડેટા સેવ કરવા માટે ચૅટ એક્સપોર્ટ કરીને ઈ-મેઇલમાં લેવા પડતા હતા. જોકે હવે વૉટ્સઍપ ડેટા ટ્રાન્સફર માટે એક ટૂલ પર કામ કરી રહ્યું છે. આ ટૂલનો હાલમાં બીટા વર્ઝનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે નવા વૉટ્સઍપમાં રજિસ્ટ્રેશન વખતે જ ઑપ્શન આવશે અને જો ત્યારે ન આવે તો વૉટ્સઍપના સેટિંગ્સમાં જઈને ચૅટમાં જઈને ‘મૂવ ચૅટ્સ ટુ ઍન્ડ્રૉઇડ’ લખ્યું હશે એના પર ક્લિક કરવાનું રહેશે.આ ક્લિક કર્યા બાદ બારકોડને સ્કૅન કરવાનો રહેશે અને ત્યાર બાદ પ્રોસેસ ચાલુ રહેશે. આ માટે બન્ને ફોન અનલૉક રાખવા જરૂરી બનશે અને જે ફોનમાં પ્રોસેસ ચાલુ હોય એમાં ઍપ્લિકેશન પણ ઓપન રાખવી જરૂરી છે. આટલું કર્યા બાદ ચૅટ અને ફોટોઝ તેમ જ વિડિયો ટ્રાન્સફર થવા લાગશે.

રીલ્સનું ડ્યુરેશન એક મિનિટ સુધી કર્યું ઇન્સ્ટાગ્રામે

ઇન્સ્ટાગ્રામે એના રીલ્સના ડ્યુરેશનમાં વધારો કરી દીધો છે. પંદર અને ત્રીસ સેકન્ડની જગ્યાએ રીલ્સ હવે એક મિનિટ સુધી સપોર્ટ કરશે. યુટ્યુબ શૉર્ટ્સ અને ટિકટૉકને ટક્કર આપવા માટે ઇન્સ્ટાગ્રામે પણ રીલ્સનું ડ્યુરેશન વધારી દીધું છે. કન્ટેન્ટ ક્રીએટર્સ ૩૦ સેકન્ડથી વધુની ક્લિપ બનાવતા હતા અને તેઓ ટિુકટૉક અને યુટ્યુબ શૉર્ટ્સનો વધુ ઉપયોગ કરતા હતા, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ૩૦ સેકન્ડ સુધી રીલ્સ બનાવી શકાતી હતી. જોકે હવે હરીફાઈમાં આવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેપ આગળ આવ્યું છે અને કન્ટેન્ટ ક્રીએટર્સની સાથે શૉર્ટ વિડિયો જોનાર યુઝર્સને પણ પોતાની તરફ આકર્ષી રહ્યું છે.

technology news android