પોર્શની નવી કાર હાઇબ્રીડ 911 કારનું મોડલ આવ્યું સામે, સ્પીડ જાણીને એકદમ ચોંકી જશો

29 May, 2024 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

porsche hybrid 911: આ કારનું એન્જિન આટલું પાવરફૂલ છે કે તે માત્ર ત્રણ સેકન્ડમાં કાર 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

પોર્શ 911 તસવીર AI

મહારાષ્ટ્રના પુણેમાં એક જાણીતા બિલ્ડરના સગીર દીકરાએ તેની લક્ઝરી પોર્શ કાર વડે બે લોકોને ટક્કર મારવાની ઘટનાને લીધે પોર્શ (Porsche Hybrid 911) આ કાર બનાવતી કંપનીનું નામ જોરદાર ચર્ચામાં છે. પુણે પોર્શ કેસ બાદ પોર્શ કંપનીની કાર્સ પણ ચર્ચામાં આવી છે. તાજેતરમાં જર્મનીની લક્ઝરી સુપર કાર બનાવતી કંપની પોર્શે એક નવી સુપર કાર લોન્ચ કરી છે. આ કારને લઈને દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ છે કારણકે આ કારમાં અનેક એવા ફીચર્સ છે જે પહેલી જ વખત કોઈ કારમાં ફિટ કરવામાં આવ્યા છે.

જર્મનીની સ્પોર્ટ્સ કાર કંપની પોર્શે પહેલી જ વખત હાઇબ્રિડ ટેકનોલોજી સાથે નવી કાર 911 લોન્ચ કરી છે. તો ચાલો જાણીએ કે પોર્શે દ્વારા લોન્ચ કરેલી 911 હાઇબ્રિડ (Porsche Hybrid 911) કારમાં કેવું પાવરફૂલ એન્જિન આપવામાં આવ્યું છે અને તેમાં કયા કયા જુદા જુદા ફીચર્સ છે. પોર્શ દ્વારા તેમની નવી કાર 911 હાઇબ્રિડને લોન્ચ કરવામાં કરી છે. આ સ્પોર્ટ્સ કારમાં પહેલી જ વખત પેટ્રોલ સાથે હાઇબ્રિડ ટેકનોલોજી સાથે ફિટ કરવામાં આવી છે. આ કારમાં 12Vની લિથિયમ આયન બેટરી લગાડવામાં આવી છે, જેની સાથે 84 લીટરની ક્ષમતાનો ફ્યુઅલ ટેન્ક પણ બેસાડવામાં આવ્યું છે.

પોર્શ 911 GTSમાં નવું 3.6 લીટરના ફ્લેટ સિક્સ એન્જિન આપવામાં આવ્યું છે, જેની સાથે મોટર પણ આપવામાં આવી છે. આ એન્જિનથી કારને 541 હોર્સ પાવરની તાકાત અને 610 ન્યૂટન મીટરનો ટોર્ક (Porsche Hybrid 911) મળશે. આ કારનું એન્જિન આટલું પાવરફૂલ છે કે તે માત્ર ત્રણ સેકન્ડમાં કાર 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેમ જ પોર્શ 911ની ટોપ સ્પીડ 312 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કારનું નવું મોડલ જૂના મોડલની સરખામણીમાં 0.4 સેકન્ડ ઝડપથી 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

પોર્શ 911 GTSમાં ટ્રેડિશનલ એનાલોગ મીટરની જગ્યાએ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સાથે કારમાં LED મેટ્રિક્સ હેડલાઇટ, નંબર પ્લેટ નીચે ADAS સેન્સર, કનેક્ટેડ ટેલ લેમ્પ, 12.6 ઇંચનો કર્વડ ડિસ્પ્લે, 10.9 ઇંચનો સેન્ટર ટચસ્ક્રીન સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર, ટાઇપ-સી પોર્ટ, એમ્બિયન્ટ લાઇટ, સ્ટિયરિંગ વ્હીલ પર ડ્રાઇવ મોડ સ્વિચ જેવા લક્ઝરી ને સ્પોર્ટ્સ ફીચર્સ (Porsche Hybrid 911) પણ આપવામાં આવ્યા છે. હાલમાં, કંપનીએ આ સ્પોર્ટ્સ કારની માત્ર જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવશે. માહિતી મુજબ, આ વર્ષના અંતે અથવા આવતા વર્ષે સત્તાવાર રીતે પોર્શ 911 લોન્ચ થઈ શકે છે. ભારતમાં લોન્ચ થયા બાદ આ કારની કિંમત અંદાજે 1.86 કરોડ રૂપિયા હોઈ શકે છે. જેથી આ નવી હાઇબીર્ડ પોર્શ ફરારી મેક્લેરીન અને લેમ્બરગિની જેવી જેવી સુપર સ્પોર્ટ્સ કાર્સને કોમ્પિટિશન આપશે.

automobiles tech news technology news life and style