PUBG Mobileનું નવું પોસ્ટર જાહેર, આ નામ સાથે ભારતમાં કરશે કમબૅક

04 May, 2021 05:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંપની તરફથી પબજી મોબાઇલનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે આ નવા પોસ્ટરને ફેસબૂક અને યૂટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે, જ્યાં ગેમનું નવું નામ જોવા મળી શકે છે.

પબજી મોબાઇલ (ફાઇલ ફોટો)

સાઉથ કોરિયન Krafton Inc તરફથી રૉયલ ગેમ્સ PUBG Mobile બદલાયેલા નામ સાથે ભારતમાં કમબૅક કરી શકે છે. PUBG Mobileને ભારતમાં Battlegrounds Mobile Indiaના નામે લૉન્ચ કરવામાં આવી શકે છે. હકીકતે કંપની તરફથી પબજી મોબાઇલનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે આ નવા પોસ્ટરને ફેસબૂક અને યૂટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે, જ્યાં ગેમનું નવું નામ જોવા મળી શકે છે. એવામાં ગેમને નવા નામની સાથે ટૂંક સમયમાં જ ભારતમાં રીલૉન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે PUBG Mobileને ભારતમાં નવા નામ પબજી મોબાઇલ ઇન્ડિયાના નામે લૉન્ચ કરવામાં આવી શકે છે.

કંપનીએ પોસ્ટ કરી નવી જૉબ
Live Mintના રિપૉર્ટ પ્રમાણે PUBG Mobileને નવા નામથી લૉન્ચિંગના સવાલ પર Krafton Inc તરફથી કોઇ જવાબ આપવામાં નથી આવ્યો. જો કે કંપની ઘણાં સમયથી PUBG Mobileને ભારતમાં લૉન્ચ કરવાનો પ્રયત્ન કરી રહી છે. Krafton તરફથી છેલ્લા કેટલાક મહિનામાં LinkedIn પર કેટલીય જૉબ પોસ્ટ ગવર્નમેન્ટ રિલેશનશિપ મેનેજર કરી છે.

ગયા વર્ષે પ્રતિબંધ થઇ PUBG Mobile
જણાવવાનું કે PUBG Mobile ભારતમાં પ્રતિબંધિત 200 ચાઇનીઝ એપમાં સામેલ હતી, જેણે ગયા વર્ષે ભારત સરકાર તરફથી ગાલવાન ઘાટીની ઝડપ પછી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. તેના પછી Krafton તરફથી ચીની Tencent Gamesના લાઇસન્સ છીનવી લેવામાં આવી હતી. જો કે, તેના પછી પણ સરકાર તરફથી ફરી ગેમને કમબૅકની પરવાનગી મળી નથી. Krafton તરફથી કહેવામાં આવે છે કે તેના તરફથી 100થી વધારે કર્મચારીઓને બિઝનેસ, ઇ-સ્પૉર્ટ, ગેમ ડેવલપમેન્ટ માટટે નિયુક્ત કરવામાં આવશે. આ અંતર્ગત લગભગ 100 મિલિયન ડૉલરની રકમ ભારતમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે.

technology news tech news