16 April, 2025 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રોગોના નિદાન માટે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન કરાવવું જરૂરી છે. એનાથી આંતરિક અવયવોમાં શું તકલીફ છે એ જાણી શકાય છે. જોકે આ સ્કૅન દરમ્યાન જે રેડિયેશન શરીરમાં જાય છે એ હાનિકારક છે અને કૅન્સરનું રિસ્ક પેદા કરે છે. અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે દર વર્ષે નવા નોંધાતા કૅન્સરના કેસમાંથી પાંચ ટકા કેસ CT સ્કૅનના રેડિયેશનને કારણે હોય છે. નવજાત શિશુ, બાળકો અને કિશોરોમાં આ રેડિયેશનને કારણે કૅન્સરનું જોખમ ખૂબ વધે છે. બાલ્યાવસ્થામાં વારંવાર CT સ્કૅન રેડિયેશન લેવામાં આવે તો એને કારણે થાઇરૉઇડ, લંગ અને બ્રેસ્ટનું કૅન્સર થવાનું રિસ્ક વધે છે. પુખ્તાવસ્થામાં લંગ, આંતરડાં, બ્લેડર અને બ્રેસ્ટ-કૅન્સર તેમ જ લોહીનું લ્યુકેમિયા તરીકે ઓળખાતું કૅન્સર થવાનું જોખમ વધે છે.