અલ્ટ્રાવાયલેટ કિરણોથી સૅનિટાઇઝ કરો સ્માર્ટફોનને

27 September, 2021 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્સનલ હાઇજીનમાં સ્માર્ટફોનને પણ વાઇરસ-ફ્રી કરવાનું મસ્ટ થઈ ગયું છે ત્યારે માર્કેટમાં કેવાં મોબાઇલ સૅનિટાઇઝર્સ છે એના પર નજર કરીએ

અલ્ટ્રાવાયલેટ કિરણોથી સૅનિટાઇઝ કરો સ્માર્ટફોનને

કોરોનાને કારણે દરેક વસ્તુને સૅનિટાઇઝ કરવાનું ચલણ એટલું વધ્યું કે ૨૦૨૦માં સ્માર્ટફોન સૅનિટાઇઝર પ્રોડક્ટની માર્કેટ ૮૭૦ કરોડ રૂપિયાની થઈ ગઈ. પર્સનલ હાઇજીનમાં સ્માર્ટફોનને પણ વાઇરસ-ફ્રી કરવાનું મસ્ટ થઈ ગયું છે ત્યારે માર્કેટમાં કેવાં મોબાઇલ સૅનિટાઇઝર્સ છે એના પર નજર કરીએ

છેલ્લા દોઢ વર્ષમાં જેટલું મહત્ત્વ હાથ ધોવાને અપાયું એટલું જ મહત્ત્વ હાથમાં લેવાતી દરેક ચીજવસ્તુઓ પણ સૅનિટાઇઝ્ડ હોય એના પર રહ્યું. કોરોના નહોતો ત્યારે પણ અનેક નિષ્ણાતો કહી ચૂક્યા હતા કે આપણા સ્માર્ટફોન પર એક ટૉઇલેટ-સીટ પર હોય એટલા જ બૅક્ટેરિયા જોવા મળે છે. એનું કારણ એ છે કે આખો દિવસ આપણે જ્યાં-ત્યાં અડ્યા હોઈએ અને એ જ હાથમાં સતત સ્માર્ટફોન રાખવામાં આવે છે. જમતી વખતે પણ ફોન સાથે હોય અને વૉશરૂમમાં પ્રેશર રિલીઝ કરતી વખતે પણ હાથમાં હોય. એટલું જ નહીં, એ પછી ફોનને આપણે પૉકેટમાં જ્યાં નૉર્મલ કરતાં વધુ ગરમી હોય એવી જગ્યાએ રાખીએ છીએ જેને કારણે બૅક્ટેરિયાને મોકળું બ્રીડિંગ ગ્રાઉન્ડ મળી જાય છે. ખેર, સ્માર્ટફોન હાઇજીન બાબતે છેલ્લાં બે વર્ષમાં જે અવેરનેસ આવી છે એવી આ પહેલાં ક્યારેય નહોતી અને એટલે અચાનક જ ૨૦૨૦માં એની માર્કેટ લગભગ ૧૧૭.૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૮૭૦ કરોડ રૂપિયાની થઈ ગયઈ છે જે ૨૦૨૭ સુધીમાં બમણાથી વધુ થઈને ૧૮૯૯ કરોડ રૂપિયાની થવાનો અંદાજ મંડાઈ રહ્યો છે. 
સેનિટાઇઝર અને વાઇપ્સ | સ્માર્ટફોનને સૅનિટાઇઝ કરવા માટે મુખ્યત્વે બે પ્રકારની ચીજો વધુ ચાલે છે. એક છે ડિસઇન્ફેક્ટન્ટ વાઇપ્સ અને અલ્ટ્રાવાયલેટ વાયરલેસ સૅનિટાઇઝર. લેટેસ્ટ પ્રોડક્ટમાં સૅનિટાઇઝર સાથે વાયરલેસ કી-ચાર્જરનું કૉમ્બિનેશન અત્યારે માર્કેટમાં હૉટ છે. વાઇપ્સ મોટા ભાગે ઑલ પર્પઝ ક્લીનર જેવાં હોય છે અને ૯૯ ટકા બૅક્ટેરિયા અને વાઇરસને મારી નાખતો હોવાનો દાવો કરે છે. 
કઈ રીતે વર્ક કરે છે? | ૧૮૭૦ની સાલથી અલ્ટ્રાવાયલેટ કિરણો એની બૅક્ટેરિયા મારવાની પ્રૉપર્ટી માટે જાણીતાં છે. ખાસ કરીને શૉર્ટ વેવલલેન્ગ્થવાળાં અલ્ટ્રાવાયલેટ-સી કિરણો જર્મ કિલિંગ માટે ખૂબ ઇફેક્ટિવ છે. યુવી સૅનિટાઇઝર ડિવાઇસમાં તમે ક્રેડિટ કાર્ડ, પર્સ જેવી રૂટીનમાં વપરાતી ચીજો મૂકીને એને પણ સૅનિટાઇઝ કરી શકાય છે.
કેવી-કેવી પ્રોડક્ટ?  |  ફોનસોપ ૩ યુવી : આ ખરેખર ફોનને સાબુની જેમ સાફ કરી નાખે છે, એટલું જ નહીં, એ ચાર્જરનું કામ પણ આપે છે. આ બૉક્સમાં અંદર ફિટ થઈ શકે એવી કોઈ પણ ચીજ સૅનિટાઇઝ થઈ શકે એમ છે. કાર્ડ, પર્સ, ઇયરફોન્સ, સ્માર્ટવૉચ બધું જ. 
કિંમત : લગભગ ૫૩૦૦થી ૭૮૦૦ રૂપિયા 
ક્યાં મળે : ઍમેઝૉન
હોમેડિક્સ | કૉમ્પેક્ટ અને ફોલ્ડ કરીને રાખી શકાય એવું આ બૉક્સ એક વારના ચાર્જિંગ પછી ૭૦ વાર સૅનિટાઇઝ કરવા માટે વાપરી શકાય એમ છે. 
કિંમત : ૪૫૦૦ રૂપિયા 
ક્યાં મળે : homedics.com
લક્ઝોન ઓબ્લિઓ | આ બૉક્સ નહીં, પણ ફ્લાવરવાઝ જેવા શેપમાં છે. એલઈડી લાઇટવાળું આ ડિવાઇસ ફોનને ચાર્જિંગ કરવા માટે વપરાય છે, પરંતુ એની ખાસિયત અલ્ટ્રાવાયલેટ કિરણો વડે ફોનને સૅનિટાઇઝ કરવાની પણ છે. કૉમન બૅક્ટેરિયા માટે ૯૯.૯૯ ટકા અસરકારક અને સ્વાઇન ફ્લુ પર પણ અસરકારક હોવાનું સર્ટિફિકેટ ધરાવે છે. 
કિંમત : ૬૦૦૦ રૂપિયા 
ક્યાં મળે : lexon-design.com

columnists tech news technology news