Google સર્ચનું આ ફીચર ફેક ન્યૂઝ ઓળખવામાં કરશે તમારી મદદ

24 May, 2021 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્વિટર ફેક ન્યૂઝવાળા પોસ્ટની નીચે મેનિપુલેટેડ મીડિયાનું લેબલ લગાડી દે છે. આ પ્રકારનું જ લેબલ ફેસબૂક પણ ફેક ન્યૂઝની નીચે લગાડી દે છે. ફેક ન્યૂઝથી લડવા માટે આ ટૂલ્સ પૂરતાં નથી.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. આની સામે મોટી ટૅક કંપનીઓ સતત કામ કરી રહી છે. ટ્વિટર ફેક ન્યૂઝવાળા પોસ્ટની નીચે મેનિપુલેટેડ મીડિયાનું લેબલ લગાડી દે છે. આ પ્રકારનું જ લેબલ ફેસબૂક પણ ફેક ન્યૂઝની નીચે લગાડી દે છે. ફેક ન્યૂઝથી લડવા માટે આ ટૂલ્સ પૂરતાં નથી. હવે ગૂગલે ફેક ન્યૂઝનો સામનો કરવા માટે એક નવો ટૂલ જાહેર કરશે.

ગૂગલના નવા ટૂલથી સર્ચમાં યૂઝર્સને ફેક ન્યૂઝ વિશે જણાવવામાં આવશે. Google I/O 2021માં કંપની તરફથી આ ફીચર વિશે જણાવવામાં આવ્યું હતું. Googleએ આ ફીચરનું નામ અબાઉટ ધીસ રિઝલ્ટ રાખ્યું છે. આ સર્ચમાં જોઇ શકાય છે.

આ ફીચરથી યૂઝર્સ જોઇ શકશે કોઇપણ સાઇટ પોતાને કેવી રીતે દર્શાવે છે. આ માટે વીકિપીડિયા પેજની લિન્ક પણ આપી દેવામાં આવશે. કંપની આ માટે વીકિપીડિયા સાથે પણ કામ કરી રહી છે. આમાં આપવામાં આવેલી માહિતી અપ ટૂ ડેટ વેરિફાઇડ અને સાર્સ માહિતી હશે.

Googleએ બ્લૉગમાં જણાવ્યું જો તમે સાઇટનું નામ પહેલા ક્યારેય નથી સાંભળ્યું તો તમને આથી ખૂબ જ સરળતા થશે. વધુ માહિતી માટે તમને ખૂબ જ મદદરૂપ થશે. ખાસ કરીને જો તમે હેલ્થ, ફાઇનાન્શિયલ સાથે જોડાયેલી માહિતી સર્ચ કરો છો તો તમારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો વેબસાઇટને લઈને વીકિપીડિયા પર કોઇ માહિતી નથી તો ગૂગલ તમને બીજી અવેલેબલ માહિતી જણાવશે. ઉદાહરણ તરીકે ગૂગલે સાઇટને પહેલી વાર ક્યારે ઇન્ડેક્સ કરી. ગૂગલ યૂઝર્સ એ પણ જોઇ શકશે સાઇટનું કનેક્શન સિક્યોર છે કે નહીં.

આને લઈને ગૂગલ સાઇટનો HTTPS પ્રૉટૉકૉલ જોશે. આ પ્રૉટૉકૉલથી વેબસાઇટ અને બ્રાઉઝરનો ડેટા એન્ક્રિપ્ટ થાય છે. આથી વેબ બ્રાઉઝ કરતી વખતે તેમને સેફ રહેવામાં મદદ મળે છે. આ ફીચર અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં જ લાવવામાં આવ્યું હતું, હવે આ મહિનાના અંત સુધી આ ફીચર બધા યૂઝર્સ સુધી પહોંચી શકે છે. આ ફીચર શરૂઆતમાં મોબાઇલ અને ડેસ્કટૉપ માટે ઉપલબ્ધ હશે.

technology news tech news google