ઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં?

29 November, 2021 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વર્ઝનમાં નવા ફીચર વિશે જાણવા મળ્યું છે. આ નવું ફીચર ઇન્સ્ટાગ્રામમાં પહેલાથી જ મોજુદ એક અદ્ભુત ફીચર છે, જે ટૂંક સમયમાં જ WhatsApp પર દસ્તક આપવા જઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી Facebookની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તેના યુઝર્સ માટે સતત કંઈક નવું લઈને આવે છે. હવે જાણવા મળ્યું છે કે કંપની એક નવા WhatsApp ફીચર પર કામ કરી રહી છે. તાજેતરમાં WhatsApp Android Beta યુઝર્સ માટે WhatsApp 2.21.24.8 બીટા વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે.

આ વર્ઝનમાં નવા ફીચર વિશે જાણવા મળ્યું છે. આ નવું ફીચર ઇન્સ્ટાગ્રામમાં પહેલાથી જ મોજુદ એક અદ્ભુત ફીચર છે, જે ટૂંક સમયમાં જ WhatsApp પર દસ્તક આપવા જઈ રહ્યું છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી કંપની તેના WhatsApp મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહી છે, જેમ કે આ ફીચરનું નામ દર્શાવે છે કે, આ ફીચરની મદદથી તમે કોઈપણ મેસેજ પર તમારી પ્રતિક્રિયા આપી શકશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે.

WaBetaInfo, એક વેબસાઈટ જે WhatsApp ડેવલપમેન્ટને ટ્રેક કરે છે, તેણે આ ફીચરને બીટા વર્ઝન 2.21.24.8માં જોયું છે. અત્યાર સુધી WhatsApp મેસેજ પર રિએક્શન આપવાનો કોઈ વિકલ્પ નહોતો, તેથી કંપનીએ આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું અને હવે આ ફીચર બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે WhatsApp મેસેજ રિએક્શન ફીચર આગામી WhatsApp અપડેટ સાથે આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, તમે હજી સુધી આ ફીચર જોઈ શકતા નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આ ફીચર WhatsApp સેટિંગ્સ મેનૂમાં જોવામાં આવ્યું છે.

tech news technology news whatsapp