Twitter Edit Feature: હવે ટ્વીટ કરી શકાશે એડિટ, જાણો કયા યુઝર્સને મળશે આ સુવિધા

01 September, 2022 07:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

30 મિનિટ સુધી એડિટ કરી શકાશે

પ્રતીકાત્મક તસવીર

ટ્વિટરને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમે ટ્વીટ કર્યા પછી તેને એડિટ કરી શકશો. આ માટે ટ્વિટરે એડિટ બટન શરૂ કર્યું છે! જોકે, શરૂઆતમાં માત્ર વેરિફાઈડ એકાઉન્ટને જ આ સુવિધા મળશે. યુઝર્સ ઘણા સમયથી ટ્વીટને એડિટ કરવાની માગ કરી રહ્યા હતા. ટેસ્લાના સીઈઓએ પોતે એલોન મસ્કના ટ્વીટ એડિટ બટનની માગ કરી હતી. થોડા દિવસો પહેલાં સુધી એલોન મસ્ક ટ્વિટર ખરીદવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સોદો અટકી ગયો. ટ્વિટરમાં એડિટ બટનની ગેરહાજરી પણ સોદો અટકવા માટેનું એક કારણ હોય તેમ જણાય છે.

30 મિનિટ સુધી એડિટ કરી શકાશે

ટ્વીટ કર્યા બાદ, યઝર્સ આગામી અડધા કલાકમાં તેને એડિટ કરી શકશે. ટ્વિટરે હાલમાં તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ટ્વિટરે ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે તમારા એકાઉન્ટ પર એડિટ બટન જુઓ છો, તો તે ટેસ્ટિંગ માટે છે. સમાચાર એ પણ છે કે શરૂઆતમાં ફક્ત તે લોકોને જ આ સુવિધા મળશે જેનું એકાઉન્ટ વેરિફાઈડ છે.

ટ્વીટના મૂળ ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવશે નહીં

જો તમે ટ્વીટ કર્યું છે અને તમે તેને બદલવા માગો છો, તો તમને બદલવાનો વિકલ્પ મળશે, પરંતુ તમે કરેલા એડિટ યુઝર્સને જોવા મળશે. ભારતમાં આ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ ધરાવતા લોકોને આ સુવિધા મળવાની ખાતરી છે. આ સાથે, જો કોઈ તમારું ટ્વીટ જોઈ રહ્યું છે, તો તે સમજી જશે કે ટ્વીટ એડિટ કરવામાં આવી છે.

life and style tech news technology news