વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશ્વભરમાં ડાઉન

04 October, 2021 11:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વોટ્સએપે આ બાબતની પુષ્ટિ ટ્વિટર પર કરી હતી. વોટ્સએપે ટ્વિટ કર્યું હતું કે “માફ કરશો, કંઈક ખોટું થયું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરી કરીશું.”

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)

વિશ્વના ઘણા ભાગોમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થયા છે, સોમવારે રાત્રે લગભગ ૯.૦૮ વાગ્યાથી વપરાશકર્તાઓનો સંદેશ વ્યવહાર આ માધ્યમો દ્વારા ખોરવાયો હતો. ત્રણેય એપ ફેસબુકની માલિકીની છે અને સમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે છે.

વોટ્સએપે આ બાબતની પુષ્ટિ ટ્વિટર પર કરી હતી. વોટ્સએપે ટ્વિટ કર્યું હતું કે “માફ કરશો, કંઈક ખોટું થયું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરીશું.”

વપરાશકર્તાઓએ ટ્વિટર પોસ્ટ કર્યું હતું કે લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ અને કમ્યુનિકેશન પ્લેટફોર્મ ભારતીય સમય અનુસાર રાત્રે ૯.૦૮ વાગ્યાથી બંધ થઈ ગયા હતા. આમ અચાનક ત્રણેય એપ્સ ડાઉન થઈ જતાં કંપનીના શર્મા ૬ ટકાનો કડાકો બોલાયો હતો. 

વેબસાઇટ downdetector.com, જે વેબ સેવાઓને ટ્રેક કરે છે, ત્યાં પણ વપરાશકર્તાઓ દ્વારા ફરિયાદોમાં તીવ્ર વધારો નોંધાયો છે. પોર્ટલે દર્શાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે સમસ્યાઓની જાણ કરનારા લોકોની સંખ્યા 20,000થી વધુ છે. દરમિયાન, સોશિયલ મીડિયા જાયન્ટનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પણ 14,000થી વધુ વપરાશકર્તાઓ માટે ડાઉન હતું, જ્યારે મેસેન્જર લગભગ 3,000 વપરાશકર્તાઓ માટે ડાઉન હતું.

ત્રણેય ફેસબુક પ્રોપર્ટીઝ ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ફોટો શેરિંગ અને સોશિયલ નેટવર્કિંગની તેમની કેટેગરીમાં માર્કેટ લીડર છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુકના ભારતમાં 410 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે અને તેના WhatsApp મેસેન્જર 530 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે દેશને તેનું સૌથી મોટું બજાર ગણે છે. ભારતમાં ઇન્સ્ટાગ્રામના 210 મિલિયન વપરાશકર્તાઓ છે.

અહેવાલ લખાય છે, ત્યાં સુધી હજી આ સેવાઓ ફરી પૂર્વવત થઈ નથી.

technology news tech news international news whatsapp facebook instagram