વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર, હવે એપની હોમ સ્ક્રીન પર પણ સાંભળી શકશો વોઇસ મેસેજ

04 October, 2021 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ અપડેટેડ ગ્લોબલ વોઇસ મેસેજ પ્લેયરનું પરીક્ષણ કરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)

વોટ્સએપ (WhatsApp) તેના પ્લેટફોર્મ પર હાલના વોઇસ મેસેજ ફંક્શનને ગ્લોબલ વોઇસ મેસેજ પ્લેયર (Global Voice Message Player) સાથે અપગ્રેડ કરતું હોવાનું જાણવા મળ્યું છે. આ અપડેટ બાદ તમે કોઈ ચોક્કસ ચેટમાંથી બહાર આવ્યા બાદ પણ વોઇસ નોટ સાંભળી શકશો. વર્તમાન તબક્કે બીટા ટેસ્ટર માટે આ અપડેટ ડેવલપમેન્ટમાં છે. વોટ્સએપે ડિસએપીયરિંગ મેસેજની સુવિધા પણ બહાર પાડવાનું શરૂ કર્યું છે, જે વપરાશકર્તાઓને 24 કલાક, સાત દિવસ અને 90 દિવસના અલ્પકાલિક સમયગાળો પસંદ કરવાની મંજૂરી આપે છે અને પસંદગીના સમય મુજબ મેસેજ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. આ ફેરફાર હાલમાં iOS પર બીટા પરીક્ષકો સુધી પહોંચી રહ્યો છે.

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ અપડેટેડ ગ્લોબલ વોઇસ મેસેજ પ્લેયરનું પરીક્ષણ કરી રહ્યું છે જેથી યુઝર્સ તે ચેટમાંથી બહાર આવે ત્યારે પણ ચેટમાંથી પ્રાપ્ત થતા વોઇસ મેસેજ સાંભળી શકે આનો અર્થ એ છે કે તમે હવે વોઇસ મેસેજ એપ્લિકેશનની હોમ સ્ક્રીન પર પણ સાંભળી શકશો. હાલ જો તમે કોઈ વોઇસ મેસેજ સાંભળતા હોવ અને તે ચેટ સ્ક્રીનમાંથી બહાર આવો તો તે વોઇસ ક્લિપ આપોઆપ બંધ થઈ જાય છે. આ સમસ્યા ઉકેલવા માટે વોટ્સએપ આ ફીચર લાવી રહ્યું છે.

ગ્લોબલ વોઇસ મેસેજ ફીચરનું પ્લેયર હંમેશા દેખાતું રહેશે, જ્યારે તમે ચેટ્સ સ્ક્રીન બહાર આવી અને કોઈ અન્ય કોઇ પણ સેક્શનમાં જશો ત્યારે પણ વોઇસ મેસેજ બંધ કરવા અને પૉસ કરવાનું બટન તમને સ્ક્રીન પર ઉપરના ભાગમાં મળશે.

WABetaInfoના અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરમાં વોટ્સએપના iOS બીટા રોલ આઉટમાં આ અપડેટ જોવા મળ્યું હતું. જોકે તે બીટા ટેસ્ટર્સને ઉપલબ્ધ કરાવવાનું બાકી છે. વોટ્સએપ સમય સાથે એન્ડ્રોઇડમાં પણ ગ્લોબલ વોઇસ મેસેજ પ્લેયર લાવશે તેવી અપેક્ષા છે.

tech news technology news whatsapp