WhatsApp લાવી રહ્યું છે આ નવું ધમાકેદાર ફીચર, જાણો તેની વિશેષતા

25 November, 2021 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મીડિયા અહેવાલો મુજબ વોટ્સએપ એવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા તમે મોકલાયેલાં સાત દિવસ જૂના મેસેજ પણ ડિલીટ કરી શકશો.

ફોટો/એએફપી

WhatsAppનો દેશ-દુનિયામાં કરોડો લોકો કરે છે. વપરાશકર્તાઓનો અનુભવ વધુ સુવિધાજનક બનાવવા માટે WhatsApp સતત નવા-નવા ફીચર્સ ઉમેરતું રહે છે. આ વર્ષે  WhatsAppએ ઘણા નવા ફીચર્સ લાવ્યું છે. વર્ષના અંત સુધીમાં હજી આ યાદીમાં કેટલાક ફીચર્સ જોડાઈ તેવી શક્યતા છે. હવે સમાચાર આવ્યા છે કે વોટ્સએપ ‘ડિલીટ મેસેજ ફોર એવરીવન’ની સમયસીમા વધારવાની યોજના બનાવી રહ્યું છે. હાલ વપરાશકર્તાઓ મોકલાયેલાં મેસેજને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ સુધીમાં ડિલીટ કરી શકે છે.

મીડિયા અહેવાલો મુજબ વોટ્સએપ એવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા તમે મોકલાયેલાં સાત દિવસ જૂના મેસેજ પણ ડિલીટ કરી શકશો. આ ફીચર પહેલાં એન્ડ્રોઇડ યુઝર્સને મળશે અને બાદમાં એપેલ ફોનમાં પણ રોલ આઉટ થશે. Wabetainfoના અહેવાલ મુજબ આ અપડેટ પછી હાલની સમયસીમાથી જૂના મેસેજ પણ ડિલીટ કરી શકાશે.

Wabetainfo જણાવ્યું હતું કે “આ ફીચર પર હજુ પણ કામ ચાલી રહ્યું છે, તેથી ઘણા ફેરફારો કરી શકાય છે. કંપની બીજું શું બદલશે, તે જાણવા આપણે થોડી રાહ જોવી પડશે. તેના સત્તાવાર પ્રકાશન પર પણ તારીખ જણાવવામાં આવી નથી.”

ઉલ્લેખનીય છે કે વોટ્સએપે ફ્લેશ કૉલ અને મેસેજ લેવલ રિપોર્ટિંગ પણ રજૂ કર્યું છે. આ નવી સુવિધાઓ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ભારતીય વપરાશકર્તાઓમાં ઉમેરવામાં આવી હતી. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન કહે છે કે તે પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવશે. ફ્લેશ કૉલ્સ તે વ્યક્તિ માટે ઉપયોગી થઈ શકે છે જે તેમના સ્માર્ટફોનને વારંવાર બદલશે. વપરાશકર્તાઓ મેસેજ લેવલ રિપોર્ટિંગ સુવિધાથી ફ્લેગ અને રિપોર્ટ કરી શકે છે.

tech news technology news whatsapp