WhatsAppમાં આવશે Username ફીચર, મોબાઇલ નંબર શૅર કર્યા વગર પણ કરી શકશો ચૅટ, પ્રાઇવસી થશે વધુ મજબૂત

30 June, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

WhatsApp ટૂંક સમયમાં એક નવું Username ફીચર લાવવા જઇ રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શૅર કર્યા વગર પણ ચૅટ કરી શકશે. કંપનીએ જાહેરાત કરી છે કે WhatsApp પર હવે Username વડે એકબીજા સાથે સંપર્ક કરી શકાશે.

પ્રતીકાત્મક તસવીર

WhatsApp ટૂંક સમયમાં એક નવું Username ફીચર લાવવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શૅર કર્યા વગર પણ ચૅટ કરી શકશે. કંપનીએ જાહેરાત કરી છે કે WhatsApp પર હવે Username વડે એકબીજા સાથે સંપર્ક કરી શકાશે. કંપનીના જણાવ્યા મુજબ Username રિઝર્વ કરવાની પ્રક્રિયા આગામી અઠવાડિયાથી શરૂ થશે. આ ફીચર આ વર્ષ દરમિયાન ધીમે-ધીમે તમામ WhatsApp યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, Username ફીચર યુઝર્સની પ્રાઈવસી વધુ સુરક્ષિત બનાવવા માટે લાવવામાં આવી રહ્યું છે. WhatsApp પર કોઇ જાહેર Username લિસ્ટ અથવા ડિરેક્ટરી નહીં હોય. એટલે કે, કોઇ વ્યક્તિને તમારો સાચો Username ખબર હશે તો જ તે પહેલી વખતે તમારો સંપર્ક કરી શકશે.

ચૅટિંગ વખતે મોબાઇલ નંબર નહીં દેખાય

WhatsAppનું કહેવું છે કે જો કોઈ યુઝર પોતાનો Username સેટ કરશે, તો પહેલી વખત ચૅટ શરૂ કરતી વખતે સામેની વ્યક્તિને તેનો મોબાઇલ નંબર દેખાશે નહીં. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી રહેશે, જે પોતાનો અંગત મોબાઇલ નંબર શૅર કર્યા વગર WhatsApp પર વાતચીત કરવા માગે છે. કંપની એક વૈકલ્પિક Username Key ફીચર પર પણ કામ કરી રહી છે. જો કોઈ યુઝર આ ફીચર ચાલુ કરશે, તો માત્ર Username જાણવાથી કોઈ તેને મેસેજ મોકલી શકશે નહીં. તે માટે Username Key પણ જરૂરી રહેશે. આ ફીચરના કારણે યુઝર્સની પ્રાઇવસીને વધુ એક સુરક્ષાનું સ્તર મળશે.

Instagram અને Facebook જેવું Username મળશે

WhatsAppએ જણાવ્યું છે કે ક્રિએટર્સ, નાના બિઝનેસ અને સંસ્થાઓ તેમના હાલના Instagram અથવા Facebook Usernameને WhatsApp પર પણ રિઝર્વ કરી શકશે. જોકે, આ સુવિધા તમામ યુઝર્સ માટે કેવી રીતે ઉપલબ્ધ કરાશે, તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ વિગત આપી નથી.

મનપસંદ Username શોધવામાં મળશે મદદ

જો તમારો મનપસંદ Username કોઈ બીજા યુઝરે પહેલેથી જ લઈ લીધો હશે, તો WhatsApp Username Generator ટૂલ પણ આપશે. આ ટૂલની મદદથી યુઝર્સ પોતાના માટે તેના જેવા બીજા Username સરળતાથી પસંદ કરી શકશે. WhatsAppના વિશ્વભરમાં 3 અબજથી વધુ યુઝર્સ છે. એટલા માટે ઘણા લોકો એક જ નામ પસંદ કરી શકે છે. આ કારણસર કંપનીએ Username રિઝર્વ કરવાની પ્રક્રિયા વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી દરેક યુઝરને પોતાની પસંદનો Username પસંદ કરવાની તક મળી શકે. યુઝર્સે એવો અનોખો Username પસંદ કરવો જોઈએ, જેની જાણ માત્ર તેઓ વાત કરવા માંગતા હોય એવા લોકોને જ હોય. WhatsAppમાં Username Generator પણ મળશે, જે ઉપલબ્ધ Usernameના વિકલ્પો સૂચવશે.

ગ્રુપ ચૅટમાં પણ મળશે વધુ સુરક્ષા

આ સમસ્યા ગ્રુપ ચૅટમાં પણ ઘણી વાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ફૂટબોલ ટીમના માતા-પિતાના WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો, તો તમે અજાણ્યા લોકો સાથે તમારો મોબાઇલ નંબર શૅર કરવા ન ઇચ્છતા હો. Username ફીચરની મદદથી તમે તમારો નંબર જાહેર કર્યા વગર પણ ગ્રુપનો ભાગ બની શકશો. WhatsAppના હેડ કુણાલ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે તેમણે પોતાનો Username પહેલેથી જ રિઝર્વ કરી લીધો છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આ ફીચર દુનિયાભરના તમામ WhatsApp યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

 

 

 

 

whatsapp technology news meta social networking site social media