ઇન્ટરનેટ વગર પણ આ રીતે કરી શકાશે વૉટ્સએપનો ઉપયોગ, જાણો રીત

24 October, 2021 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્યારેક એવું બને કે ચમારા ફોનનું નેટપૅક ખતમ થઈ જાય અને તમે જ્યાં હોવ ત્યાં નેટવર્ક ન આવતું હોય. એવામાં વૉટ્સએપ જેવા અનેક એપ કામ કરવાનું બંધ કરી શકે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

આજના સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સમય છે. સોશિયલ મીડિયા એપ્સની વાત કરીએ તો કદાચ જ કોઈ વ્યક્તિ હશે જે આજે વૉટ્સએપનો ઉપયોગ નહીં કરતી હોય અને સામાન્ય રીતે વૉટ્સએપને વાપરવા માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. ક્યારેક એવું બને કે ચમારા ફોનનું નેટપૅક ખતમ થઈ જાય અને તમે જ્યાં હોવ ત્યાં નેટવર્ક ન આવતું હોય. એવામાં વૉટ્સએપ જેવા અનેક એપ કામ કરવાનું બંધ કરી શકે છે. અહીં તમારી માટે એક એવી સરળ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમે ઇન્ટરનેટ વગર પણ વાપરી શકો છે.

આ રીતે ઇન્ટરનેટ વગર પણ વાપરી શકશો વૉટ્સએપ
ઇન્ટરનેટ વગર તમને વૉટ્સએપનો ઉપયોગ કરવો અશક્ય લાગે છે પણ એવું નથી. જો તમે ઇન્ટરનેટ વગર વૉટ્સએપનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો તેની માટે તમારે માત્ર એક એક્સ્ટ્રા સિમ ખરીદવાની જરૂર છે. 

આ ખાસ સિમ કાર્ડનો કરવો ઉપયોગ
ચેટસિમ નામનો એક ખાસ સિમકાર્ડ તમને ઇન્ટરનેટ વગર પણ વૉટ્સએપ વાપરવાની સુવિધા આપે છે. આ સિમ કાર્ડને ખરીદવું કોઈ મુશ્કેલ કામ નથી, આથી તમે ઑનલાઇન-કોઈપણ ઇ-કૉમર્સ વેબસાઇટ પરથી ખરીદી શકો છો અથવા ચેટસિમની વેબસાઇટ પરથી સીધું ઑર્ડર કરી શકો છો. જણાવવાનું કે આ સિમ કાર્ડને તમે સરળતાથી પોતાના સ્માર્ટફોનમાં ઇન્સર્ટ કરી શકો છો.

ચેટસિમમાં શું છે ખાસ
આ સિમ કાર્ડની કિંમત સામાન્ય સિમ કાર્ડની તુલનામાં ઘણી વધારે છે પણ એના ફાયદા પણ એટલા જ વધારે છે. જો તમે આ સિમકાર્ડનો ઉપયોગ કરો છો તો વૉટ્સએપ વાપરવા માટે તમને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે.

સાથે જ, તમે આ સિમ દેશ-વિદેશ, ક્યાંય પણ વાપરી શકો છો. જણાવવાનું કે આ સિમ ખરીદવાની તારીખથી લઈને એક વર્ષ સુધી આ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જેના પછી આને રિચાર્જ કરવાની જરૂર પડે છે.

જણાવવાનું કે આ ચેટસિમને તમે 1800 રૂપિયામાં ખરીદી શકો છો અને જેવું તમને પહેલા જણાવવામાં આવ્યું કે, આમાં તમને એક વર્ષની વેલિડિટી મળશે.

technology news tech news whatsapp