પિરિયડ્સમાં સેક્સ કરીએ તો પ્રેગ્નન્સી ન રહે એ સાચું છે?

30 November, 2021 04:19 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વાત રહી પ્રેગ્નન્સીની, તો તમને કહેવાનું કે પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાથી બાળક ન જ થાય એવો કોઈ થમ્બ રૂલ નથી

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૬ વર્ષની છે અને મારા મૅરેજને ચાર મહિના થયા છે. મને પિરિયડ્સ દરમ્યાન સેક્સનું બહુ મન થાય છે પણ સંકોચને કારણે કન્ટ્રોલ રાખું છું, મારેે માસ્ટરબેશન કરવું જ પડે છે, મને જાણવું એ છે કે પિરિયડ્સમાં સેક્સ કરવું યોગ્ય છે કે નહીં અને ધારો કે હું એ કરું તો શું એ દરમ્યાન પ્રેગ્નન્સીના ચાન્સીસ રહે કે નહીં? મને મારી ફ્રેન્ડ્સ કહે છે કે પિરિયડ્સ દરમ્યાન કોઈ જાતની સેફ્ટી રાખ્યા વિના પણ જો સેક્સ કરવામાં આવે તો પણ એ સૅફ છે, પણ મને એવું કરવામાં ડર લાગે છે. અમને અત્યારે બાળક નથી જોઈતું.

જોગેશ્વરીના રહેવાસી

 

પિરિયડ્સ દરમ્યાન ઇન્ટિમેટ રિલેશનની ઇચ્છા થાય એ સહજ છે એટલે એમાં કશું અજૂગતું નથી. પિરિયડ્સ દરમ્યાન કરવામાં આવેલા સેક્સનો સૌથી મોટો ફાયદો એ કે એ પેઇનમાં રિલીફ આપે છે. આ ઉપરાંત એ ઇન્ટિમેટ-રિલેશનને કારણે ઓક્સિટોસિન જન્મે છે જેને લીધે સ્ટ્રેસમાં પણ રિલીફ મળે છે, માટે પિરિયડ્સ દરમ્યાન બન્ને પક્ષે જો સેક્સ માટેની તૈયારી હોય, ઇચ્છા હોય તો એ કરવું જરા પણ હાનિકર્તા નથી અને મહિલા માટે એ લાભદાયી છે, પણ હા આ સેક્સ-સાઇકલ હાઇજિન હોય એ ખૂબ જરૂરી છે.

વાત રહી પ્રેગ્નન્સીની, તો તમને કહેવાનું કે પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાથી બાળક ન જ થાય એવો કોઈ થમ્બ રૂલ નથી. જો તમારા પિરિયડની સાઇકલ અનિયમિત હોય કે પછી એ સાઇકલ બાવીસથી પચ્ચીસ દિવસની હોય અને સેક્સ પિરિયડના અંતિમ દિવસે કરવામાં આવે તો પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી જાય છે, માટે તમારે એ જોવાનું રહેશે કે તમારા પિરિયડ્સની સાઇકલ કઈ છે અને તમે કયા દિવસોમાં સેક્સ કરો છો. બહેતર છે કે એવા સમયે કરવામાં આવતાં સેક્સ માટે કૉન્ડમ વાપરવામાં આવે તો એ તમારા હસબન્ડની હેલ્થની દૃષ્ટિએ પણ હિતાવહ રહેશે. પિરિયડ્સમાં સેક્સ કરો અને સૅફ સેક્સ કરો એ જરૂરી છે. પિરિયડ્સમાં માસ્ટરબેશન ન ફાવતું હોય તો ઇનરગાર્મેન્ટ્સ સાથે રબિંગ કરીને પણ તમે ઇન્ટિમેટ રિલેશનની ફીલ લઈ શકો છો.

sex and relationships columnists