Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શું તમે પણ વીક-એન્ડ ગિલ્ટમાં પ્લાન કરો છો? જાણો બાળક ખરેખર શું ઇચ્છે છે

વર્કિંગ પેરન્ટ્સ ઘણી વાર પોતાના બાળકને પૂરતો સમય ન આપી શકવાના ગિલ્ટમાં દર વીક-એન્ડને આઉટિંગ કે ઍક્ટિવિટીથી ભરવાનો પ્રયાસ કરે છે, ઘરમાં સાથે વિતાવેલી સહજ પળો પણ તેના વિકાસ અને પેરન્ટ્સ સાથેના બૉન્ડિંગ માટે એટલો જ મહત્ત્વનો છે

08 September, 2026 01:08 IST | Mumbai | Heena Patel

લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આત્મીયતા કેવી રીતે ટકાવવી અને ફરિયાદો કેમ ઓછી કરવી?

લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં અંતર સાથે એકલતા, અસુરક્ષા અને ફરિયાદો વધી શકે છે. આવી સ્થિતિમાં ક્વૉલિટી ટાઇમ, વિશ્વાસ, સ્પષ્ટ અપેક્ષાઓ અને ફિઝિકલ રીયુનિયનનું પ્લાનિંગ આત્મીયતા જાળવવામાં મદદરૂપ બને છે.

07 September, 2026 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકના દરેક અભાવને દૂર કરવો એ ગુડ પેરન્ટિંગ નથી. જાણો કેમ

બાળપણમાં પોતાને જે નથી મળ્યું એ બધું બાળકને આપી દેવું પ્રેમ હોઈ શકે, પરંતુ હંમેશાં સારું પેરન્ટિંગ નથી. બાળકની દરેક ઇચ્છા તરત પૂરી કરવાને બદલે વસ્તુની કદર કરતાં અને મુશ્કેલીઓ જાતે ઉકેલતાં શીખવવું તેના ભાવનાત્મક વિકાસ અને આત્મનિર્ભરતા માટે જરૂરી છે

07 September, 2026 04:01 IST | Mumbai | Heena Patel

બાળકો બિચારાં ક્યાં મા પાસે લતાતાઈ જેવો સ્વર માગે છે?

હાલરડાં એ વીસરાતી જતી સંસ્કૃતિ છે ત્યારે કાશ એવી પ્રથા શરૂ થાય કે કન્યા જોવા આવવાવાળા છોકરીને સવાલ કરે કે હાલરડું ગાતાં આવડે છે?

06 September, 2026 03:32 IST | Mumbai | Sairam Dave


અન્ય આર્ટિકલ્સ

સંતાન ગમેએટલું મોટું થાય, એક ટાઇટ હગ અને તેના માથા પર હૂંફાળા સ્પર્શની જરૂર ક્યારેય પૂરી નથી થતી

ટીનેજ સંતાનને ટોકતાં પહેલાં તપાસી લેજો તમારું ઇમોશનલ બૅન્ક-બૅલૅન્સ બરાબર છેને?

બાળકો મોટાં થતાં આત્મનિર્ભર બનવા લાગે છે, પરંતુ પેરન્ટ્સની ઇમોશનલ સપોર્ટની જરૂર ક્યારેય પૂરી નથી થતી. પ્રેમભરી વાતચીત અને વિશ્વાસભર્યો વ્યવહાર સંબંધમાં પ્રેમનું બૅન્ક-બૅલૅન્સ જાળવી રાખે છે જે બાળકને પેરન્ટ્સની વાત સમજવા અને સ્વીકારવામાં મદદ કરે છે

01 September, 2026 01:02 IST | Mumbai | Heena Patel
શું તમારી પત્ની પણ દર થોડા દિવસે કહે છે કે ચાલ ક્યાંક જઈ આવીએ?

શું તમારી પત્ની પણ દર થોડા દિવસે કહે છે કે ચાલ ક્યાંક જઈ આવીએ?

ફરવું આમ તો લગભગ બધાને જ ગમતું હોય છે અને ફરવાની મજા બધાને આવે છે; પણ સ્ત્રીઓ માટે એ ફક્ત મજા નથી, તેમની જરૂર બની જતી હોય છે. સ્ત્રીઓની આ જરૂરિયાત શું છે અને કેમ છે એ સમજવાની કોશિશ કરીએ

31 August, 2026 03:00 IST | Mumbai | Jigisha Jain
આજે સ્કૂલ કેવી રહી એ સવાલનો જવાબ દીકરી અને દીકરાનો અલગ કેમ હોય છે?

આજે સ્કૂલ કેવી રહી એ સવાલનો જવાબ દીકરી અને દીકરાનો અલગ કેમ હોય છે?

જ્યારે બાળક સ્કૂલથી ઘરે આવે અને તમે આ પ્રશ્ન પૂછો ત્યારે દીકરી હોય તો આખી ગાથા સંભળાવશે અને દીકરો હોય તો ‘સારી’ કહીને એક શબ્દમાં જ પતાવશે. બાળક પોતાની લાગણીને વાચા આપતાં શીખે છે. દીકરીઓને એ આવડે છે તો ચાલો સમજીએ કે દીકરાઓને કઈ રીતે બોલતા કરવા?

25 August, 2026 06:29 IST | Mumbai | Jigisha Jain


ફોટો ગેલેરી

મહિલાઓ પોતાને યુઝલેસ સમજતી બંધ થશે?

આમિર ખાનની દીકરી આઇરા ૨૮ વર્ષની ઉંમરે પણ પૈસા ન કમાતી હોવાથી પોતાને યુઝલેસ સમજે છે. સુપરસ્ટારની ભણેલી-ગણેલી દીકરી કૉન્ફિડન્સથી ડિપ્રેશન વિશે વાત કરી શકે છે પણ મૂળથી અસુરક્ષિતતા અનુભવે છે. મહિલાઓ આટલી પ્રગતિ પછી પણ જો પોતાની વૅલ્યુ ન કરી શકતી હોય તો આપણા પ્રગતિશીલ સમાજની ભૂલ ક્યાં થઈ રહી છે?પહેલાંના સમયમાં મહિલાઓ યુદ્ધ લડવા નહોતી જતી એટલે પોતાને યુઝલેસ સમજતી હતી. ખેતી કરતી હતી પરંતુ ક્યારેય પૈસા હાથમાં નહોતા આવતા ત્યારે પણ પોતાને યુઝલેસ સમજતી હતી. પિતા કે પતિના ઘરમાં પણ પોતાને બોજ માનીને યુઝલેસ સમજતી હતી. હવે આજની મહિલા પૈસા કમાતી થઈ છે, નિર્ણયો લેતી થઈ છે તો પણ તેઓ પોતાને યુઝલેસ સમજે છે. એવું માનીએ કે આર્થિક રીતે સધ્ધર પરિવારમાંથી આવતી સફળ માતા-પિતાની આત્મવિશ્વાસુ દીકરીને કદાચ આ સમસ્યા નહીં હોય, પરંતુ એવું જરાય નથી. તાજેતરમાં આમિર ખાન અને તેની દીકરી આઇરા ખાન મેન્ટલ હેલ્થ, થેરપી અને ડિપ્રેશન પર એક પૉડકાસ્ટમાં ચર્ચા કરી રહ્યાં હતાં. એ દરમ્યાન આઇરાએ પોતાની માનસિક સ્થિતિ વ્યક્ત કરતાં કહ્યું કે તે ૨૮ વર્ષની થઈ, પણ પૈસા કમાતી ન હોવાથી પોતાને યુઝલેસ ફીલ કરી રહી હતી. હવે વિચારો કે શું આ વિચાર તેને આવવો જોઈએ કે જેની પાસે લગભગ અઢળક તકો છે અને લગભગ આર્થિક સમસ્યા નથી નડવાની. લગ્ન પહેલાં છેલ્લાં પાંચ વર્ષથી તે ઇન્ડિપેન્ડન્ટ ઘરમાં એકલી રહેતી હતી, તે આવી વાતો કરે ત્યારે વિચાર થાય કે આજની આધુનિક મહિલાઓ જેઓ પોતાના નિર્ણયો જાતે લે છે અને પૈસા કમાવાની ક્ષમતા ધરાવે છે તેઓ પોતાની વૅલ્યુ કેમ નથી કરી શકતી? નિષ્ણાતો પાસેથી જાણીએ કે પ્રગતિશીલ સમાજ હજી પણ શું ભૂલો કરી રહ્યો છે.
20 May, 2025 07:15 IST | Mumbai | Laxmi Vanita

પ્લેટૉનિક રિલેશનશિપ ફિઝિકલ ઍટ્રૅક્શન વિનાની રિલેશનશિપ શક્ય છે ખરી?

પ્લેટૉનિક રિલેશનશિપ ફિઝિકલ ઍટ્રૅક્શન વિનાની રિલેશનશિપ શક્ય છે ખરી?

શું યુવક અને યુવતી માત્ર સારા મિત્રો રહી શકે? પ્લેટૉનિક લવ શું છે, માનસિક જોડાણ ક્યારે શારીરિક આકર્ષણમાં બદલાઈ શકે અને આવા સંબંધોમાં સ્વસ્થ બાઉન્ડરી કેમ જરૂરી છે તે અંગે નિષ્ણાતની સરળ સમજ.

03 August, 2026 07:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બચપન કી બાતેં  આજ કી પરેશાની

બચપન કી બાતેં આજ કી પરેશાની

બાળપણમાં અનુભવાયેલા આઘાતજનક પ્રસંગો વ્યક્તિના આત્મવિશ્વાસ, સંબંધો, નિર્ણયક્ષમતા અને વર્તન પર લાંબા સમય સુધી અસર કરી શકે છે. જાણો ચાઇલ્ડહુડ ટ્રૉમા શું છે, તે કેવી રીતે ઓળખાય છે અને તેનાથી બહાર આવવાના રસ્તાઓ.

03 August, 2026 07:06 IST | Mumbai | Jigisha Jain
સંતાનોનો મત જ્યારે જુદો પડે ત્યારે પેરન્ટ્સનો ઈગો શા માટે ઘવાય છે?

સંતાનોનો મત જ્યારે જુદો પડે ત્યારે પેરન્ટ્સનો ઈગો શા માટે ઘવાય છે?

સંતાન હંમેશાં માતા-પિતાની દરેક વાત માને એ જ યોગ્ય નથી. જ્યારે પેરન્ટ્સ બાળકોના વિચારોને પણ ખુલ્લા મનથી સાંભળે અને સંતાન જવાબદારીપૂર્વક પોતાનો મત રજૂ કરે ત્યારે પરિવારના સંબંધો વધુ મજબૂત બને છે.

30 July, 2026 07:14 IST | Mumbai | Jigisha Jain

Wellness Wise: ક્યારે લેવી જોઈએ સેક્સોલોજિસ્ટની મુલાકાત? જાણી લો આ વાતો

Wellness Wise: ક્યારે લેવી જોઈએ સેક્સોલોજિસ્ટની મુલાકાત? જાણી લો આ વાતો

વેલનેસ વાઇઝના બીજા અને ખૂબ જ રસપ્રદ એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી. આ મુલાકાતમાં તેમણે યુવાનોની સેકસ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી છે અને સેકસ સંબંધિત સમસ્યાઓ વિશે ખૂલીને વાત કરી છે. તેમણે હસ્તમૈથુનથી લઈને અન્યા ઘણા સામાન્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જુઓ આ વિશેષ મુલાકાતનો પહેલો ભાગ ગુજરાતી મિડ-ડેની યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર. ડૉ. પ્રકાશ કોઠારીએ ઘણા લગ્ન તૂટતા તો બચાવ્યા જ છે પણ સાથે જ કપલ્સને સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન વધુ એક્સાઇટિંગ બનાવ્યું છે. તેમણે અધકળ નેશનલ અને ઇન્ટરનેશનલ કોંફેરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની યશકલગીમાં એક પીંછું પદ્મશ્રી પુરસ્કારનું પણ છે. જે તેમને સેક્સુઅલ મેડીસીન માટે વર્ષ ૨૦૦૨માં એનાયત કરવામાં આવ્યો હતો.

08 August, 2024 05:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK