કલીગને મારી પાસેથી સ્પર્મ ડોનેશન જોઈએ છે, વાઇફ ના પાડે છે

13 September, 2021 12:23 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ માટે અમારે ફિઝિકલ રિલેશનશિપ રાખવાની નથી, અન્ય સ્પર્મ ડોનરની જેમ જ ડોનેશન કરવાનું છે. મારી વાઇફની ઇચ્છા પૂછી તો તેની સ્પષ્ટ ના છે. શું આમાં કોઈ કૉમ્પ્લિકેશન્સ આવી શકે ખરું? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૪ વર્ષની છે, મારે બે બાળકો છે અને હું આર્કિટેક્ટ છું. મુંબઈમાં બહુ સારી મારી પ્રૅક્ટિસ છે અને લૅન્ડમાર્ક કહેવાય એવા અનેક પ્રોજેક્ટ્સ મારા ગાઇડન્સમાં તૈયાર થયા છે. મારી સાથે કામ કરતી એક મહિલા આર્કિટેક્ટ મૅરિડ છે, પણ તેમને કોઈ બાળક નથી. લાંબા પ્રયાસો પછી હવે તેમણે નક્કી કર્યું છે કે તે હવે સ્પર્મ ડોનરની હેલ્પથી બાળક કરશે, પણ અજાણ્યાનું સ્પર્મ લેવાને બદલે તેની ઇચ્છા છે કે હું તેના માટે સ્પર્મ ડોનેટ કરું. તેનો હસબન્ડ પણ આ માટે તૈયાર છે. આ માટે અમારે ફિઝિકલ રિલેશનશિપ રાખવાની નથી, અન્ય સ્પર્મ ડોનરની જેમ જ ડોનેશન કરવાનું છે. મારી વાઇફની ઇચ્છા પૂછી તો તેની સ્પષ્ટ ના છે. શું આમાં કોઈ કૉમ્પ્લિકેશન્સ આવી શકે ખરું? 
વિલે પાર્લેના રહેવાસી

મોટા ભાગે સ્પર્મ ડોનેશન અજાણ્યા લોકોને કરવામાં આવે છે. જાણીતા કે રિલેટિવ્સમાં પણ સ્પર્મ ડોનેશન દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકાય, પણ એવું કરવામાં રિલેશનશિપ બાબતે ઘણી ગૂંચવણો ઊભી થતી હોય છે એટલે એ બાબતમાં ક્લેરિટી લેવામાં આવે એ બહુ જરૂરી છે. સાવ સાચી વાત કહું તો, તમારી વાઇફની ના જરાપણ અસ્થાને નથી. પોતાના જ હસબન્ડના સ્પર્મ ડોનેશનથી જન્મેલું બાળક તેની નજર સામે હોય તો ફાધર તરીકે સમય જતાં કંઈ પણ થઈ શકે. અત્યારે તમને એમાં ભલે અજૂગતું ન લાગતું હોય, પણ ભવિષ્યનું તમે કે હું કોઈ કંઈ ન કહી શકીએ. 
ઇમોશન્સથી માંડીને લીગૅલિટીની દૃષ્‍ટિએ પણ કોઈ જાતની ગૂંચ ઊભી ન થાય એની માટે ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ હંમેશાં સ્પર્મ દેનારી અને લેનારી વ્યક્તિને એકબીજાથી અજાણ રાખવાનું પસંદ કરે છે. આપણે આ બધા માટે સ્પર્મ બૅન્કનો જ આશરો લેવો જોઈએ. જ્યારે તમે એકબીજાને જાણો છો ત્યારે આ નિર્ણય માત્ર તમે એકલા કે પછી તમારી ફ્રેન્ડ એમ બે જ લો એના કરતાં તમે તેના હસબન્ડ અને તમારી વાઇફની ઇચ્છા પણ જાણવાની કોશિશ કરી એ ખૂબ સારી વાત કહેવાય, પણ ચારમાંથી કોઈ એકની પણ ના હોય તો આ બાબતમાં જરાપણ વિચારણા કર્યા વિના સીધી જ ના પાડી દેવી જોઈએ.

sex and relationships columnists