ડૉગી સ્ટાઇલથી શું માણસ જાનવર જેવો થઈ જાય?

11 March, 2024 11:34 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પાર્ટનરની કાળજી રાખીને આ પોઝિશનનો આનંદ માણવામાં આવે તો કશું જ ખોટું નથી.

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને સાત વર્ષ થયાં છે. એક સંતાન છે અને એકંદરે સેક્સલાઇફ ઠીક-ઠીક છે. થોડા સમયથી પહેલાં કરતાં કામેચ્છા ઘટેલી હોય એવું લાગે છે. સ્ટ્રેંગ્થ આવવામાં જરાય તકલીફ નથી, પરંતુ સ્ખલન લંબાયેલું હોય છે. એક્સાઇટમેન્ટ વધે એ માટે વેરિએશન લાવવાની કોશિશમાં અમે એક વાર ડૉગી પોઝિશન ટ્રાય કરેલી ત્યારે મને ઉત્તેજનામાં પણ ખૂબ વધારો થયેલો અનુભવાયો હતો અને સ્ખલનમાં બહુ વાર પણ ન લાગી, પરંતુ મારી પત્નીનું કહેવું છે કે એવી પોઝિશન તો આપણને પણ જાનવર જેવા બનાવી દે. જ્યારે અમે એ પોઝિશન કરેલી ત્યારે મને જાણે પહેલાં કરતાંય વધારે એક્સાઇટમેન્ટ ફીલ થયેલાં. ફ્રેન્ડ્સનું કહેવું છે કે પાછળથી સમાગમ કરવાથી પુરુષોમાં પશુઓ જેવો પાવર આવી જાય છે. એમાં તો પાર્ટનરને નુકસાન થઈ જવાનો ભય પણ ખરો અને આ જ વિચાર મને હવે એ પોઝિશનમાં જતાં રોકે છે. શું આ પોઝિશન માણસના વર્તન પર કોઈ અસર કરે ખરી? 
મલાડ

તમે તમારી એજ જણાવી નથી, પણ મૅરેજને સાત વર્ષ કહ્યા છે. મૅરેજ-લાઇફનાં સાત વર્ષ એ હકીકતમાં મૅરેજ-લાઇફની મિડલ-એજ શરૂ થઈ કહેવાય અને એવું ત્યારે બને જ્યારે સેક્સલાઇફને લોકો રૂટીનની જેમ ફોલો કરવાની ઍક્ટ તરીકે જોતા થઈ જાય છે ત્યારે સ્વાભાવિકપણે મૉનોટોની આવી જાય છે. આવા સંજોગોમાં સેક્સ-સેશનને નાવીન્ય બક્ષે એવી નવી પોઝિશન કે નવી ચેષ્ટાઓ કરવાથી રોમાંચ અને એક્સાઇટમેન્ટ વધે છે. તમે જ્યારે પહેલી વાર સેક્સ માણ્યું હશે ત્યારે નૉર્મલ મેલ સુપિરિયર પોઝ પણ એટલો જ એક્સાઇટમેન્ટ લાવનારો લાગ્યો હશે. એવું જ તમે ડૉગી પોઝિશનમાં પહેલી વારના અનુભવમાં ફીલ કર્યું. એનો મતલબ એ નથી કે અમુક-તમુક પોઝિશનથી વ્યક્તિ પશુવત્ બની જાય છે. હા, શરીરની રચના એ પ્રકારની છે કે પુરુષ પાછળથી વજાઇનામાં સમાગમ કરતો હોય ત્યારે પેનિસની પકડ સારી એવી મજબૂત રહે, જેને લીધે ઉત્તેજના વધી જાય એ સ્વાભાવિક છે. પાર્ટનરની કાળજી રાખીને આ પોઝિશનનો આનંદ માણવામાં આવે તો કશું જ ખોટું નથી. એનાથી કોઈ નુકસાન પણ નથી થતું. મૉનોટોનીને કારણે સેક્સલાઇફમાં નીરસતા આવે ત્યારે નવા પ્રયોગોથી લાઇફ તરોતાજા લાગવા લાગે છે.

sex and relationships columnists life and style