મને તો ગુદામૈથુન ગમે છે, પણ વાઇફને નહીં

20 March, 2024 07:43 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

There is no chance of premature ejaculation due to tuberculosis if you had it years ago and the TB drugs are over.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪પ વર્ષ છે. છેલ્લા એક વરસથી મને શીઘ્રસ્ખલનની સમસ્યા છે. ઇન્દ્રિયમાં ઉત્તેજના પૂરતી આવે છે, પણ જલદીથી સ્ખલન થઈ જાય છે. મને વર્ષો પહેલાં ટ્યુબરક્યુલોસિસ થયો હતો, એ સિવાય બીજી કોઈ તકલીફ નથી, તો શું આ ટ્યુબરક્યુલોસિસને કારણે શીઘ્રસ્ખલન થાય? મને ગુદામૈથુન કરું તો વધુ આનંદ આવે છે, પણ પત્નીને મજા નથી આવતી. ગુદામૈથુન માટે હું બહારની પ્રોફેશનલ ગર્લ પાસે જાઉં છું, પણ એમાંય ઘણી વાર છોકરીઓ ના પાડે છે. થોડા સમય પહેલાં મારા આ જ શોખના કારણે હું થાઇલૅન્ડ પણ જઈ આવ્યો. સેક્સ-કન્ટ્રી કહેવાતા એ દેશમાં પણ મને ઘણી છોકરીઓએ ગુદામૈથુનની ના પાડી દીધી. ગુદામૈથુન પીડાદાયક જ થાય છે એટલે પત્ની કેમેય તૈયાર નથી. યોનિમાર્ગમાં મને ઇન્દ્રિયની પકડ મજબૂત ન લાગતી હોવાથી આનંદ ઓછો આવે છે. મારે શું કરવું, કોઈ રસ્તો દેખાડશો?
કાંદિવલી

ટ્યુબરક્યુલોસિસ તમને વર્ષો પહેલાં થયો હતો અને ટીબીની દવાઓ પણ પૂરી થઈ ગઈ છે ત્યારે એને કારણે શીઘ્રસ્ખલનની સમસ્યા થવાના કોઈ ચાન્સિસ નથી. પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટે તમે સ્ટૉપ ઍન્ડ સ્ટાર્ટ અથવા સ્ક્વિઝ ટેક્નિક શીખી લો. શીઘ્રસ્ખલન થવાનું કારણ સમજવું જરૂરી છે.  

ગુદામૈથુન જો પત્નીને પસંદ ન હોય અને એને લીધે તેને પીડા થતી હોય તો પછી એનો આગ્રહ રાખવો એ દુરાગ્રહથી સહેજ પણ ઓછું નથી. ગુદામાર્ગમાં અંદર નાના કાપા પડ્યા હોય છે, જે આપણને નથી દેખાતા. પ્રોફેશનલ સ્ત્રીઓ સાથે આ પ્રકારનું જોખમ ખેડવામાં જરાય ડહાપણ નથી. એઇડ્સને સીધું જ વેલકમ પૂરવાર થઈ શકે છે.

એટલું સમજવું જરૂરી છે કે યોનિમાર્ગ ઇલૅસ્ટિક જેવો ફ્લેક્સિબલ હોય છે, પરંતુ ગુદાનું એવું નથી, જ્યારે ઇન્દ્રિય ગુદામાં નાખવામાં આવે ત્યારે એ સ્ત્રી માટે પીડાકારક અનુભવ બની શકે છે. ગુદામાર્ગમાં ચીરા પડ્યા હોય તો ગુદામૈથુન વધુ પીડાકારક બને છે. જો તમારે ઇન્દ્રિય પરની પકડ વધુ મજબૂત બનાવવી હોય તો તમે ઇન્દ્રિયનો યોનિપ્રવેશ કરી લો એ પછી તમારી પત્નીને એના બે પગની આંટી મારવા કહો. એમ કરવાથી પત્નીના બે પગ વચ્ચેનું અંતર ઓછું થશે અને ઇન્દ્રિય વધુ ભીંસ અનુભવશે. તમે ફોર-પ્લે થકી પણ સેક્સનો પૂરતો આનંદ લઈ શકો છો અને પાર્ટનરની હાજરીમાં તેની સાથે મૅસ્ટરબેશન દ્વારા પણ પકડનો અનુભવ લઈ શકો છો.

columnists sex and relationships life and style