ફોરપ્લે દરમ્યાન હસબન્ડ એક્સાઇટ થઈને બચકાં ભરે છે

18 January, 2022 01:14 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હમણાંથી તો તેઓ બચકું ભરે એ ભાગની જગ્યા ચાર-પાંચ દિવસ સુધી ઘેરા લાલ રંગની રહે છે. શું આને કારણે બ્રેસ્ટ-કૅન્સર કે અન્ય તકલીફ થવાની શક્યતાઓ ખરી? 

પ્રતીકાત્મક તસવીર

મારાં લગ્નને જસ્ટ આઠ મહિના થયા છે. હસબન્ડ પ્રેમાળ છે, પણ ફોરપ્લે દરમ્યાન તે ખૂબ એક્સાઇટ થઈને બચકું ભરી લે છે. બ્રેસ્ટ પાસેના ભાગમાં વધુપડતું જોરથી બચકું ભરાય તો લાલ-જાંબળી ચકામું પણ પડી જાય છે. જ્યારે બચકું ભરે ત્યારે સહેજ દુખે, પણ એની મજા જુદી હોય છે એટલે હું તેને બહુ રોકતી નહીં. એ ડાઘ એક-બે દિવસ સુધી રહે અને પછી ચાલ્યો જતો એટલે હું દરકાર નહોતી કરતી, પણ પિરિયડ્સ આવવાના હોય ત્યારે બ્રેસ્ટમાં ખૂબ દુખે છે. એ સમયે તો થોડુંક પણ જોર સહન નથી થતું. હમણાંથી તો તેઓ બચકું ભરે એ ભાગની જગ્યા ચાર-પાંચ દિવસ સુધી ઘેરા લાલ રંગની રહે છે. શું આને કારણે બ્રેસ્ટ-કૅન્સર કે અન્ય તકલીફ થવાની શક્યતાઓ ખરી? 
મલાડના રહેવાસી

ફોરપ્લે વખતે એક્સાઇટમેન્ટમાં એકમેકના શરીર પર પ્રેમનું નિશાન આપવાની ક્રિયાને મૉડર્ન સાયન્સ લવબાઇટ કહે છે. કોઈકને આ ક્રિયા ખૂબ જ ઉત્તેજક લાગે છે તો કેટલાકને પેઇનફુલ. જો એ બચકું કોઈ ખુલ્લી જગ્યાએ ભરાયું હોય કે પછી શરીરનો ભાગ ઢાંકી શકાય એમ ન હોય તો એનાથી ક્ષોભ અવસ્થામાં પણ મુકાવું પડે અને એમ છતાં કેટલાક યુગલોને એમાં વધુ ઉત્તેજના અનુભવાય છે. અલબત, હું કહીશ કે સેક્સ જ નહીં, પ્રી-સેક્સ અને પોસ્ટ-સેક્સની દરેકેદરેક ક્રિયા બેઉને પસંદ હોય એ જરૂરી જ નહીં, અનિવાર્ય છે. અહીં એક વાત મહત્ત્વની છે. બન્ને પાર્ટનરની ઇચ્છા અને સાથોસાથ પાર્ટનરની સહનશક્તિ.
જો તમને આ પીડા પસંદ ન હોય તો તમે પતિને શાંતિથી આ બાબતે સમજાવી શકો છો. બાકી આ નિર્દોષ ક્રિયા છે. એનાથી તમારી બ્રેસ્ટમાં કોઈ તકલીફ થવાની શક્યતાઓ નથી. જ્યારે વધુ જોર વાપરવામાં આવ્યું હોય ત્યારે વધુ માત્રામાં લોહી જામવાને કારણે એ ઝામું બે-ત્રણ દિવસ સુધી દેખાય એવું બની શકે છે. એને અને કૅન્સરને કોઈ લેવાદેવા નથી. પિરિયડ્સ દરમ્યાન હૉર્મોનલ ચેન્જિસને કારણે બ્રેસ્ટમાં દુખાવો થવો એ નૉર્મલ છે. જો તમે હંમેશ માટે ના પાડવાને બદલે મહિનાના અમુક ખાસ દિવસે જ તેમને કાળજી રાખવા કહેશો તો તે સમજી શકશે.

sex and relationships columnists