વીકમાં એકવાર સમાગમ કરું તો પણ થાક લાગે છે, શું કરું?

29 September, 2021 01:08 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કામકાજમાં પણ થાક લાગે છે અને સમાગમ પછી પણ પહેલાં કરતાં વધુ થાક લાગે છે. ફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશને કારણે ટેન્શન થાય છે કે આ કોઈ ગંભીર સમસ્યા તો નહીં હોયને?

પ્રતીકાત્મક તસવીર

હું રિટાયર છું. મિડલ એજ સુધી અઠવાડિયામાં બે વાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતો. હમણાંથી ફ્રિક્વન્સી થોડી ઘટી છે છતાં ઓછામાં ઓછું અઠવાડિયે એકવાર તો સમાગમ થાય જ છે. હમણાંથી મને સમાગમ પછી ફોરસ્કિન પર ચીરા પડી જાય છે. છ-સાત દિવસમાં એ રુઝાઈ જાય છે. જોકે ત્યાં સુધી એ ભાગમાં લાલાશ ખૂબ વધી ગઈ હોય. દુખાવો અને બળતરા પણ સારી એવી થાય. મારું વજન ખૂબ વધી ગયું છે અને પહેલાં કરતાં હું જલદી થાકી જાઉં છું. કામકાજમાં પણ થાક લાગે છે અને સમાગમ પછી પણ પહેલાં કરતાં વધુ થાક લાગે છે. ફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશને કારણે ટેન્શન થાય છે કે આ કોઈ ગંભીર સમસ્યા તો નહીં હોયને?
વિરારના રહેવાસી

સૌથી પહેલાં તમે સમાગમની ફ્રિક્વન્સીમાં સાતત્ય જાળવો એ જરૂરી છે. વચ્ચે લાંબો સમય ગૅપ ન જવા દેવો અને ધારો કે ગૅપ ગયો હોય તો પછી ઉપરાઉપરી ફ્રિક્વન્ટ સમાગમ ન કરવો. બીજું, ઘર્ષણનું સૌથી સામાન્ય કારણ ફોરપ્લેનો અભાવ અને એને કારણે અપૂરતું લુબ્રિકેશન હોય છે. ભલે તમને લાગે કે તમે પૂરતો સમય ફોરપ્લે કર્યો છે, પણ એવું બની શકે કે પાર્ટનર એટલી ઉત્તેજિત ન થઈ હોય અને લુબ્રિકેશન જોઈએ એટલું ન હોય એટલે હવેથી પેનિટ્રેશન કરતાં પહેલાં આંગળી વડે ચેક કરો કે એ જગ્યાએ પૂરતી ચીકાશ આવી છે કે નહીં? 
તમારું વજન વધેલું છે અને થાક વધ્યો છે એ લક્ષણ તમારી વધતી ઉંમરનું પ્રમાણ દેખાડે છે. તમે ચોખવટ સાથે ઉંમર લખી નથી એ પછી પણ ધારી શકાય કે તમે સાઠની આસપાસના હશો, તો બહેતર છે કે તમે બ્લડ-શુગર અને બ્લડ-પ્રેશર ચેક કરાવી લા. શુગર અને પ્રેશર બન્ને થાક આપવાનું કામ કરી શકે. જો એ રિપોર્ટ પૉઝિટિવ આવે તો પણ ગભરાટ રાખવાની જરૂર નથી. ડાયટ અને નિયમિત કસરત કરીને તમે એ બન્નેને કાબૂમાં રાખી શકો છો અને તમે તમારી સેક્સ લાઇફનો પણ આનંદ અવિરતપણે માણી શકો છો, પણ એની માટે નિદાન થઈ જાય એ જરૂરી છે.  એકવાર ફૅમિલી ડૉક્ટરને મળીને આ બન્ને માટેના જરૂરી રિપોર્ટ કરાવો.

sex and relationships columnists