એક્સાઇટમેન્ટ ખૂબ આવે, પણ લુબ્રિકેશન બિલકુલ નથી આવતું

20 July, 2021 01:07 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને વજાઇનામાં પેનિસ કે ફિંગર નાખવાનું મન થાય, પણ ત્યાં ટચ કરતાં પેઇન થાય, જેને કારણે ઇચ્છા થવા છતાં હું મારા હસબન્ડ સાથે ઇન્ટિમસી માણી શકતી નથી. 

પ્રતીકાત્મક તસવીર

હું ૨૩ વર્ષની મૅરિડ છું, મારા મૅરેજને ચાર-પાંચ મહિના થયાં છે. મારી સમસ્યા એ છે કે હું ઉત્તેજિત થાઉં ત્યારે મને બિલકુલ સ્ત્રાવ આવતો નથી. મને વજાઇનામાં પેનિસ કે ફિંગર નાખવાનું મન થાય, પણ ત્યાં ટચ કરતાં પેઇન થાય, જેને કારણે ઇચ્છા થવા છતાં હું મારા હસબન્ડ સાથે ઇન્ટિમસી માણી શકતી નથી. 
    ઘાટકોપરનાં રહેવાસી

 એક્સાઇટમેન્ટ સાથે વજાઇનલ પાર્ટમાં ચીકાશ પેદા થાય. જો તમારી ઇચ્છા હોય છતાં વજાઇના ડ્રાય રહેતી હોય તો ત્રણ કારણો હોઈ શકે. પહેલું, તમે ફોરપ્લેમાં ઓછો સમય ગુજારતા હશો. બીજું કારણ, તમને વજાઇનલ પાર્ટમાં ઇન્ફેક્શન હોઈ શકે. અને ત્રીજું કારણ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ. એની શક્યતા ઓછી છે, કારણ કે એ મેનોપૉઝ દરમ્યાન જોવા મળતી સમસ્યા છે. તમારી વાત સાંભળતાં એવું લાગે છે કે પહેલું કે બીજું કારણ મહત્ત્વનું હોઈ શકે.
ઘણી વાર વજાઇનામાં ફંગલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ, ટ્રાઇકોમોનલ ઇન્ફેક્શન હોઈ શકે. આ પ્રૉબ્લેમ માટે મેડિસિન અવૅલેબલ છે, પણ બહેતર છે કે તમે કોઈ ગાયનેકની ઍડ્વાઇઝ લઈને એ જે સજેશન આપે એ મેડિસિન લો. જો આ પ્રૉબ્લેમ હોય તો જ્યાં સુધી એની ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી સેક્સ રીલેશનશિપથી દૂર રહેવું, નહીં તો ઇન્ફેક્શનની આપ-લે થશે અને પ્રૉબ્લેમ જડથી નહીં જાય.
ધારો કે આવો કોઈ પ્રૉબ્લેમ ન હોય તો એનો અર્થ એ થયો કે પહેલું કારણ જવાબદાર છે અને પહેલા કારણ માટે તમારે ફોરપ્લેની માત્રા વધારવી પડે. ફોરપ્લે દરમ્યાન આવતી ઉત્તેજનાને કારણે લુબ્રિકેશન બનશે જે તમને સેક્સની આખી પ્રક્રિયા માટે તૈયાર કરશે, પણ એની માટે તમારે તમારા હસબન્ડને પણ તૈયાર કરવા પડશે. તમારી વાત પરથી કહી શકાય કે બની શકે કે તે એક્સાઇટમેન્ટમાં ફોરપ્લેનો આનંદ લેવાનું અવૉઇડ કરે છે. એમાં યોગ્ય સમય ગાળશો તો તમારા પ્રૉબ્લેમનું સૉલ્યુશન આવી શકે છે અને એ આવશે તો તમે સેક્સનો પૂરો આનંદ માણી શકશો, પણ પહેલાં જાતે પ્રૉબ્લેમનું એક્ઝામિન કરો અને જરૂરી ગાઇડન્સ લઈ લો.

Dr. Mukul Choksi sex and relationships