અનિયમીત પિરિયડ્સને કારણે પ્રેગ્નેન્સીનો ડર રહે છે

06 October, 2021 06:05 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હવે તેને સમાગમની ઇચ્છા જ નથી થતી. મારે ઉત્થાન માટે દવા લેવી પડે છે. દવા લઉં તો જ બરાબર ઉત્થાન થાય છે. બેથી ત્રણ વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે સમાગમ પછી અમને બન્નેને ખૂબ બળતરા થઈ.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પપની અને વાઇફની ઉંમર ૪૯ વર્ષની છે. વાઇફને મેનોપૉઝની શરૂઆત થઈ છે. એને કારણે પિરિયડ્સમાં અનિયમિતતા આવી ગઈ છે. ક્યારેક તો ત્રણ-ચાર મહિના લંબાઈ જાય તો ક્યારેક વીસ દિવસે આવી જાય. અત્યાર સુધી અમે ગર્ભનિરોધ માટે પુલઆઉટ મેથડ વાપરતાં હતાં, પરંતુ હવે માસિક અનિયમિત થવાને કારણે તેને ચિંતા રહે છે કે આ ઉંમરે પ્રેગ્નન્સી રહી જશે તો ભૂંડું લાગશે. એ જ કારણે હવે તે સેક્સ જ અવૉઇડ કરે છે. હવે તેને સમાગમની ઇચ્છા જ નથી થતી. મારે ઉત્થાન માટે દવા લેવી પડે છે. દવા લઉં તો જ બરાબર ઉત્થાન થાય છે. બેથી ત્રણ વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે સમાગમ પછી અમને બન્નેને ખૂબ બળતરા થઈ. માનસિક રીતે તે તૈયાર નહોતી એમાં પ્રાઇવેટ પાર્ટ્સમાં પેઇન અને જલન કેમ થાય?
પાયધુનીના રહેવાસી

મેનોપૉઝ આવવાથી થોડા સમય માટે મહિલાની કામેચ્છા ઠંડી પડી શકે છે, કેમ કે આ ગાળામાં સ્ત્રીના શરીરમાં હૉર્મોન્સની મોટા પાયે ઊથલપાથલ ચાલતી હોય છે પણ આ ટેમ્પરરી હોય છે. સૌથી પહેલાં તો તમારે વાઇફના મનમાં જે ટેન્શન આવ્યું છે એ ટેન્શન એટલે કે પ્રેગ્નન્સીની ચિંતા દૂર કરવી જોઈએ. જ્યારે માસિક અનિયમિત હોય અને પ્રોટેક્શન ન વાપરવામાં આવ્યું હોય તો ચિંતા થવી સહજ છે. પત્ની મુક્તમને તૈયાર થઈ શકે એ માટે કૉન્ડોમનો ઉપયોગ કેમ નથી કરતા? ભલે તમે અત્યાર સુધી પુલઆઉટ મેથડ વાપરીને સેફ રહ્નાં, પણ જો એની માનસિક ચિંતા પત્નીનો રસ ઉડાડી દેતી હોય તો તમારે એ માટે સમજણ દાખવવી જોઈએ. કૉન્ડોમના વપરાશથી તેને પણ કોન્ફિડન્સ આવી જશે. મેનોપૉઝ દરમ્યાન હૉર્મોન્સની ઊણપને કારણે યોનિમાર્ગમાં પૂરતું લુબ્રિકેશન નથી થતું હોતું. એને કારણે ઇન્દ્રિયપ્રવેશમાં અને ઘર્ષણ સમયે સ્ત્રીને બળતરા થઈ શકે છે તો તમને પણ એ નડતરરૂપ બની શકે છે. પૂરતો સમય ફોરપ્લે પછી પણ જો યોગ્ય ચીકાશ ન આવતી હોય તો યોનિમાર્ગ પાસે ચોખ્ખું કોપરેલ લગાવો, માર્કેટમાં જૅલી પણ મળે છે એ પણ વાપરી શકાય.

sex and relationships columnists