ફ્રેન્ડ્સ રાતના ત્રણવાર સેક્સ કરે, પણ મારાથી નથી થતું

10 January, 2022 08:22 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારા ફ્રેન્ડ્સ કદી કોઈ ગોળી લેતા નથી ને એમ છતાં અમુક કલાકના અંતરે નવેસરથી સેક્સ કરી શકે છે. થોડા સમયથી તો મને સેકન્ડ ટાઇમમાં પણ પૂરું એક્સાઇટમેન્ટ આવતું નથી અને મારે વાઇફ સામે શરમજનક અવસ્થામાં મુકાવું પડે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૯ વર્ષ છે અને મૅરેજને સાતેક મહિના થયા છે. મારા મોટા ભાગના ફ્રેન્ડસ બેડરૂમ-લાઇફમાં મારા કરતાં વધુ અનુભવી છે. તેઓ રાતના આઠ કલાક દરમ્યાન બેથી ત્રણ વાર ઇન્ટરકોર્સ કરવામાં માસ્ટર થઈ ગયા છે એ માટે હું મૅક્સિમમ જશ તેમની વાઇફને આપીશ. મારા ફ્રેન્ડ્સની વાતો પરથી લાગે છે કે તેમની વાઇફ પૂરેપૂરી હૅપનિંગ છે. તેમનું જોઈને અમે પણ ટ્રાય કરી અને રાતે સૂતી વખતે એકવાર સેક્સ માણ્યું, મોડી રાતે બીજી વાર ટ્રાય કરી. એ સેકન્ડ ટ્રાયમાં પણ અમને સક્સેસ મળી, પણ વહેલી સવારે થર્ડ ટ્રાય કરી, પણ ખૂબ ટ્રાય પછી પણ મને કોઈ એક્સાઇટમેન્ટ આવ્યું નહીં. મારા ફ્રેન્ડ્સ કદી કોઈ ગોળી લેતા નથી ને એમ છતાં અમુક કલાકના અંતરે નવેસરથી સેક્સ કરી શકે છે. થોડા સમયથી તો મને સેકન્ડ ટાઇમમાં પણ પૂરું એક્સાઇટમેન્ટ આવતું નથી અને મારે વાઇફ સામે શરમજનક અવસ્થામાં મુકાવું પડે છે. એવું તો શું કરું કે જેથી અમે બન્ને સેક્સલાઇફનો પૂરેપૂરો આનંદ મેળવી શકીએ? 
બોરીવલીના રહેવાસી

મારે તમને પૂછવું છે કે બેડરૂમમાં જે સંતોષ માણો છો કે એની પાછળનો હેતુ શું હોય છે? તમે અને તમારી વાઇફને પ્લેઝર મળે એ કે પછી તમારા ફ્રેન્ડ્સ સામે બેસીને ખોટી અને મોટી વાતો કરવાના હેતુથી? 
એકવાર ઇન્ટરકોર્સ કર્યા પછી જો સેટિસ્ફેક્શન મળતું હોય તો શા માટે તમારે બીજા ઇન્ટરકોર્સ પર જવાની જરૂર પડે? સેક્સ એ આનંદ અને સેટિસ્ફેક્શનની વાત છે, એ કંઈ રેસ નથી કે જે વધારે મજા લઈ લે એ જીતી ગયું. ના, જરા પણ નહીં. એક ગોલ્ડન અૅડ્વાઇઝ છે, યાદ રાખજો. સારી સેક્સલાઇફની પહેલી શરત છે કે બીજાની સેક્સલાઇફ સાથે કમ્પેરિઝન બંધ કરી દો. જે સમયે બેડરૂમ-પ્લેઝરની કમ્પેરિઝન તમે બીજા સાથે કરી એ સમયથી તમે દુખી થવાના શરૂ થઈ જશો. અત્યારે એ જ થઈ રહ્યું છે.
તમારા ફ્રેન્ડ્સ રાતે ચાર વાર સેક્સ કરે કે ચાલીસ વાર, એનાથી તમને શા માટે ઇન્ફિરિયારિટી આવવી જોઈએ? વધુ વાર સેક્સ કરવાની લાયમાં તમે તમારો રહ્યોસહ્યો આનંદ પણ ગુમાવી બેસશો એ ભૂલતા નહીં.

columnists sex and relationships