નીપલ્સની આસપાસ વાળ ઊગે છે, જેને લીધે બ્રેસ્ટની બ્યુટી બગડી છે

25 January, 2022 04:39 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને છેલ્લા થોડા સમયથી મારા બ્રેસ્ટ્સની આજુબાજુમાં વાળ ઊગે છે. કૉલેજમાં હતી ત્યારે નીપલ્સ પાસે એકાદ-બે વાળ ઊગ્યા પણ એટલા પાતળા અને ઝીણા હતા કે મેં ઇગ્નૉર કર્યા પણ પછી વધુ દેખાવા લાગ્યા એટલે મેં પ્લકરથી ખેંચવાનું શરૂ કર્યુ.

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૨૯ વર્ષ છે. મને છેલ્લા થોડા સમયથી મારા બ્રેસ્ટ્સની આજુબાજુમાં વાળ ઊગે છે. કૉલેજમાં હતી ત્યારે નીપલ્સ પાસે એકાદ-બે વાળ ઊગ્યા પણ એટલા પાતળા અને ઝીણા હતા કે મેં ઇગ્નૉર કર્યા પણ પછી વધુ દેખાવા લાગ્યા એટલે મેં પ્લકરથી ખેંચવાનું શરૂ કર્યુ. ક્યારેક ઉતાવળ હોય તો રેઝર પણ ફેરવી દેતી. હવે સમસ્યા એટલી વકરી છે કે બન્ને બાજુ પંદર-વીસ વાળ ઊગી ગયા છે. નિયમિત પ્લક ન કરું તો બહુ જ ખરાબ લાગે. એકાદ-બેવાર એવું બની ગયું કે અનપ્લાન્ડ જ મારા બૉયફ્રેન્ડ સાથે બેડ પર આવવાનું બન્યું, એ સમયે મેં મૅનેજ કરી લીધું, પણ હવે મને બહુ ડર લાગે છે. એ વાળને લીધે બ્રેસ્ટ્સની બ્યુટી જરા પણ જળવાતી નથી. મારી ફ્રેન્ડનું કહેવું છે કે એ હૉર્મોન અસંતુલનની નિશાની છે. મારે શું કરવું જોઈએ?
બોરીવલીના રહેવાસી

પુરુષોમાં છાતી પર વાળ હોવા એ સામાન્ય છે પણ હવે સ્ત્રીઓમાં પણ નીપલની આજુબાજુ વાળ ઊગવાનું પ્રમાણ વધ્યું છે. જોકે તમે જેટલું ટેન્શન રાખો છે એવું ચિંતાજનક એ નથી. ૨૦ ટકા જેટલી ફીમેલને અત્યારે આ સમસ્યા છે અને આ ફિગર મોટો હોવાની શક્યતા પણ ભારોભાર છે. કારણ કે મોટાભાગની મહિલાઓએ જાહેર કરતાં ખચકાય છે. એ ભાગમાં વાળ ઊગવાનું પહેલું કારણ હૉર્મોનલ અસંતુલન છે તો અમુક દવાઓ ચાલતી હોય તો પણ અસામાન્ય જગ્યાઓએ વાળનો ગ્રોથ વધે છે. તમારા કેસમાં કયું પરિબળ કારણભૂત છે એ શોધવું જરૂરી છે. એની માટે તમારે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. 
ધારો કે એમાં પણ કશું એવું જાણવા ન મળે અને બીજી કોઈ તકલીફ ન હોય તો જેમ હાથ-પગના વાળ દૂર કરવા માટે જે રીત અપનાવવામાં આવે છે એ વાપરી શકો છો. સાથોસાથ લેસર ટ્રીટમેન્ટથી પણ તમે પર્મનન્ટ ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. તમારી વાતમાં તથ્ય છે કે આ પ્રકારના વાળને લીધે પ્લેઝરમાં પુરુષને ફરક પડી શકે છે અને જો વાળનો જથ્થો વધે તો એનાથી પુરુષના આનંદમાં ઘટાડો આવી શકે છે માટે વહેલી તકે અને કાયમી ધોરણે એને દૂર કરવા એ બેસ્ટ રસ્તો છે.

columnists sex and relationships