લિવ-ઇનમાં છું અને ગે રિલેશનશિપ પણ ચાલુ છે, શું કરું?

29 November, 2021 09:21 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારો સવાલ એ છે કે સેક્સ પહેલાં હું એકાદ-બે પેગ લઉં તો પ્રૉબ્લેમ થાય ખરો? મને બ્લડ-પ્રેશર કે શુગરની કોઈ તકલીફ નથી. હું લિકર અને વાયેગ્રા સાથે લઉં તો લાંબા ગાળે કોઈ તકલીફ થાય ખરી?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૪ વર્ષ છે. હું લિવ-ઇનમાં રહું છું અને ક્યારેક મારા ફ્રેન્ડ સાથે ગે રિલેશન પણ બાંધું છું, જે માત્ર ચેન્જ માટે હોય છે. જોકે મને થોડા સમયથી એક પ્રૉબ્લેમ થાય છે. હું મારી લિવ-ઇન પાર્ટનર સિવાય કોઈ સાથે સેક્સ કરું તો એ પહેલાં મારે લિકર પીવો પડે છે. જો ન પીઉં તો મજા નથી આવતી અને ઇરેક્શનમાં પણ પ્રૉબ્લેમ આવે છે. મારા ગે રિલેશનની મારી પાર્ટનરને નથી ખબર. મને ખબર છે કે એ તે નહીં સ્વીકારે એટલે હું એ કહેવા પણ નથી માગતો. મારો સવાલ એ છે કે સેક્સ પહેલાં હું એકાદ-બે પેગ લઉં તો પ્રૉબ્લેમ થાય ખરો? મને બ્લડ-પ્રેશર કે શુગરની કોઈ તકલીફ નથી. હું લિકર અને વાયેગ્રા સાથે લઉં તો લાંબા ગાળે કોઈ તકલીફ થાય ખરી?
માટુંગાના રહેવાસી

દારૂની એક ખાસિયત છે. એ જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો શરમાળ વ્યક્તિ સફળ આક્રમકતા સાથે સેક્સ કરી શકે છે. જોકે કહ્યું એમ યોગ્ય માત્રામાં હોય તો. જો માત્રા જરાઅમસ્તી પણ વધી જાય તો એની આડઅસરરૂપે ઇરેક્શન ન થાય અને એવું જો બે-ત્રણ વાર બને તો મેન્ટલી એની આડઅસર ઊભી થાય છે. આપણે તમારી વાત કરીએ તો તમને જે પ્રૉબ્લેમ છે એની પાછળનું કારણ દેખીતી રીતે એવું લાગે છે કે તમે કંઈક ખોટું કરો છો અને એને લીધે તમને ગિલ્ટ મનમાં રહેતી હશે. તમે જુઓ, તમે તમારા પાર્ટનર સાથે આ પ્રૉબ્લેમ ફેસ નથી કરતા અને માત્ર ગે રિલેશનશિપ વખતે એવો અનુભવ કરો છો.
તમને ખબર છે કે તમે જે કરો છો એની તમારી પાર્ટનર પરમિશન નથી આપવાની. આ ચિંતા સેક્સલાઇફમાં નેગેટિવ અસર દેખાડતી હોય છે.
બીજી વાત. દારૂ સેક્સની ઇચ્છા જગાડે, પણ ખરેખર સેક્સમાં એ અવરોધરૂપ છે. શરૂઆતમાં દારૂ લેવાથી તમને ઇચ્છા જાગે એવું બને, પણ લાંબા ગાળે એ સેક્સલાઇફને ખતમ કરી નાખે છે માટે એ રસ્તે જવાને બદલે તમે તમારી આ ગે રિલેશનશિપને કેવી રીતે પૂરી કરવી એના પર ધ્યાન આપો. જરૂર પડે તો તમે સાઇકિયાટ્રિસ્ટનું માર્ગદર્શન લો, પણ એનો અંત લાવો અને તમારી લિવ-ઇન રિલેશનશિપને મૅરેજનું રૂપ આપીને જીવનને સાચી દિશામાં લઈ જાઓ.

sex and relationships columnists