મૅરિડ છું, પરંતુ મૅસ્ટરબેશન વિના ઊંઘ નથી આવતી

27 September, 2021 07:01 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મૅસ્ટરબેશન બંધ કરવાથી એની વિપરીત અસર પડવા લાગે છે. શું એનો મતલબ એ કે મારે આખી લાઇફ મૅસ્ટરબેટને આધીન રહેવું પડશે? આમાંથી છુટકારો મેળવવા શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

બહુ જાણીતા સેક્સોલૉજિસ્ટ એવી ઍડ્વાઇઝ આપતા હોય છે કે નિયમિત મૅસ્ટરબેટ કરવાથી વ્યક્તિમાં હૅપીનેસ આવે છે અને તે બીજે ક્યાંય નજર નથી કરતો. જોકે મને લાગે છે કે વારંવાર મૅસ્ટરબેટ કરવાથી હૅબિટ પડી જાય છે. એકલો હતો ત્યારે તો ઠીક, પણ મૅરેજ પછીયે એ આદત કન્ટિન્યુ રહી છે. મૅસ્ટરબૅટ ન કરું ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. મૅસ્ટરબેશન બંધ કરવાથી એની વિપરીત અસર પડવા લાગે છે. શું એનો મતલબ એ કે મારે આખી લાઇફ મૅસ્ટરબેટને આધીન રહેવું પડશે? આમાંથી છુટકારો મેળવવા શું કરવું?
માટુંગાના રહેવાસી

તમારી આ બેચેની વાજબી છે, કારણ કે તમે મૅસ્ટરબૅશન જેવી અગત્યની વાતને રૂટીન લાઇફમાં સેટ કરી દીધી છે. મૅસ્ટરબેશન કરવું હેલ્ધી છે, પણ મૅરેજ પછી વાઇફ બાજુમાં સૂતી હોય એવા સમયે મૅસ્ટરબેશન કરવું એવું કહેવાનો આશય ક્યારેય કોઈનો નથી હોતો. મૅસ્ટરબેશનને ઊંઘની ગોળીની જેમ વાપરવું વાજબી નથી. વાઇફ સાથે સેક્સ્યુઅલ લાઇફનું પ્લેઝર ક્યારેય મૅસ્ટરબેશનની યાદ દેવડાવે નહીં એટલે કાં તો તમે એ સમયે પ્લેઝર લઈ નથી રહ્યા અને કાં તો તમે મૅસ્ટરબેશનને તમારા દિમાગમાં સંઘરીને બેસી ગયા છો. વ્યક્તિ પ્લેઝર મૅસ્ટરબેશનથી પામે કે પછી સેક્સથી એ વાત બહુ મહત્ત્વની નથી. અમુક-તમુક ચીજો ન કરાય એવું માનવાને બદલે કુદરતી આવેગોને અનુસરશો તો એક પણ પ્રકારની તકલીફ ભોગવવી નહીં પડે.
સુખી મૅરેજ લાઇફ ધરાવતા પુરુષને મૅસ્ટરબેશન વિના ચાલે નહીં કે પછી એનું વ્યસન લાગી ગયું હોય એવું અગાઉ ક્યારેય સાંભળ્યું નથી એટલે એવું પણ નથી કે તમારા જેવી હિસ્ટરી બીજા કોઈની હોય. મનમાંથી મૅસ્ટરબેશનને હટાવીને સેક્સલાઇફને પ્રાધાન્ય આપવાનું શરૂ કરશો તો તમે વધારે સુખી થશો. એક બીજી વાત. જ્યારે તમને ગમતી પ્રવૃત્તિ બળજબરીપૂર્વક છીનવી લેવામાં આવે ત્યારે જીવનમાં નીરસતા આવી જાય અને એવું બને તો મૂડલેસની ફરિયાદ પણ રહેવા લાગે. જોકે એનો અર્થ એવો નથી કે ગમતી પ્રવૃત્તિ સિવાયની કોઈ પ્રવૃત્તિ એવી ન હોય જે તમને ગમતી ન થઈ શકે.

sex and relationships columnists