મૅરિડ છું, પણ હવે મેલ કલીગ સાથે ફિઝિકલ રિલેશન છે, શું કરું?

25 October, 2021 11:59 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાચું કહું તો હવે મને વાઇફ સાથે સેક્સમાં એટલી મજા નથી આવતી. વાઇફને વાત કરીને અમારા આ સંબંધોને આગળ વધારી તેને છૂટી કરવી કે પછી તેને સાથે રાખી બન્ને જગ્યાએ આનંદ લેવો જોઈએ. 

પ્રતીકાત્મક તસવીર

મારા મૅરેજને ચારેક વર્ષ થયાં છે. ખાસ કોઈ પ્રૉબ્લેમ નથી, પણ મને હમણાં-હમણાં એક પ્રૉબ્લેમ ઊભો થયો છે. મારી વાઇફ વર્કિંગ છે, તેની ટ્રાન્સફર થઈ હોવાથી તે મહિનામાં પંદરેક દિવસ પુણે હોય છે. બે મહિનાથી આ થયું છે અને આ પિરિયડમાં હું મારી જ ઑફિસના એક મેલ કલીગ સાથે ઇન્ટિમેટ થયો. હોમોસેક્સ્યુલિટીનો આ મારો ફર્સ્ટ એક્સ્પીરિયન્સ, પણ તેનો એક્સ્પીરિયન્સ બહુ મોટો. હું ચારેક વખત એની સાથે નાઇટઆઉટ કરી આવ્યો. ઓરલ સેક્સ વખતે તેણે સ્પર્મ મારા મોંમાં ડિસ્ચાર્જ કર્યું. હવે મને એનું ઍડિક્શન થઈ ગયું હોય એવું લાગે છે. વાઇફ મુંબઈમાં હોય એવા સમયે પણ બે-ચાર કલાક માટે એની ઘરે આ મજા લઈ લઈએ છીએ. સાચું કહું તો હવે મને વાઇફ સાથે સેક્સમાં એટલી મજા નથી આવતી. વાઇફને વાત કરીને અમારા આ સંબંધોને આગળ વધારી તેને છૂટી કરવી કે પછી તેને સાથે રાખી બન્ને જગ્યાએ આનંદ લેવો જોઈએ. 
બાંદરાના રહેવાસી

તમે જે સવાલ પૂછ્યો છે એ સવાલ જ દેખાડે છે કે તમારા મનમાં તમારા એ ફ્રેન્ડને તિલાંજલિ આપવાની ભાવના નથી. તમે વાઇફને છોડવા સુધ્ધાં તૈયાર થઈ ગયા છો, એ જ દેખાડે છે કે કંઈક ડિફરન્ટ અનુભવના નામે જે ખોટી દિશામાં આગળ વધી ગયા છો. તમને વાઇફ સાથે સેક્સમાં મજા નથી આવતી એનો અર્થ એવો નથી કે તમે ગે છો. ગૅઇઝિમનો અનુભવ તમને જો ટીનેજ દરમ્યાન થયો હોત તો હજી પણ એ વિશે વિચારી શકાયું હોત, પણ તમે માત્ર જસ્ટ મોજમજા ખાતર બંધાયેલા સંબંધોને હવે કાયમી બનાવવા માગતા હો તો એ તમારી ભૂલ માત્ર છે. 
ઘણા નવું પ્રયોગ કરવાની લાયમાં સેક્સલાઇફ સાથે ચેડાં કરે અને પછી પોતાની મૂળભૂત પસંદ બાબતે મૂંઝવણમાં મુકાય છે. તમે અત્યાર સુધી લગ્નજીવન જીવ્યા એ દરમ્યાન ક્યારેય તમને સેક્સલાઇફ માટે અસંતોષ નહોતો.  હા, બને કે બાયસેક્સ્યુઅલ પ્રેફરન્સ હોઈ શકે, પણ એય મોજમજા ખાતર જ. ઝડપથી એ રિલેશનશિપમાંથી બહાર આવી મૅરેજ લાઇફ પર ફોકસ કરો એ તમારા હિતમાં છે.

columnists sex and relationships