હસબન્ડ સાથે સેક્સ કરતાં પણ વધારે મજા મૅસ્ટરબેશનમાં આવે છે

29 November, 2022 04:37 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સેક્સ-સુખમાં એવું કહેવાય છે કે ઘણી વાર રિયલિટી કરતાં ફૅન્ટસી વધારે રોમાંચ આપનારી હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૩૧ વર્ષ છે. હું કૉલેજમાં આવી ત્યારથી મને મૅસ્ટરબેશન કરવાની આદત હતી. એ વખતે મારા બૉયફ્રેન્ડ સાથે ક્યારેય મૅસ્ટરબેશન કરી આપવાથી વધારે આગળ વધ્યાં નહોતાં. પાંચ વર્ષ પહેલાં અમારું બ્રેક-અપ થયું અને બે વર્ષ પહેલાં મારાં અરેન્જ્ડ મૅરેજ થયાં, પણ હજીયે મને મૅસ્ટરબેશન કરવાનું મન થાય છે. મારા હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે, પણ તેમની સાથે એટલું સૅટિસ્ફૅકશન નથી મળતું જેટલું મૅસ્ટરબેશનથી આવે છે, હસબન્ડ ઓરલ સેક્સ કરી આપે ત્યારે સંતોષ થાય. બાકી ઇન્ટરકોર્સ દ્વારા તેમને ચરમસીમા આવે એ પછીયે મને સંતોષ નથી હોતો. મારા હસબન્ડ મને પૂછે કે તને ગમ્યું તો હું હા પાડી દઉં છું. મને મૅસ્ટરબેશન દરમ્યાન થોડી જ વારમાં ઑર્ગેઝમ આવી જાય છે. મારી એક ફ્રેન્ડનું કહેવું છે કે મૅરેજ પહેલાંની મૅસ્ટરબેશનની આદતને કારણે આમ થયું હશે. શું કરું હું? બોરીવલી

જો હસબન્ડ સાથેના રિલેશનમાં પણ તમે અનસૅટિસ્ફાઇડ રહી જતાં હોવા છતાં ખોટેખોટી હા પાડતાં હો તો એ વાજબી નથી. આ બાબતમાં પણ જો તમે એકબીજા સાથે ટ્રાન્સપરન્સી નહીં રાખો તો બીજા કોની સાથે રાખવા જશો?

મૅસ્ટરબેશન દરમ્યાન તમારાં અંગોને કઈ રીતે સ્પર્શો છો જેથી તમને ઉત્તેજના વધુ આવે છે એ તો તમને ખબર છે જ. પેનિટ્રેશન પહેલાં જ તમે તમારા હસબન્ડના હાથેથી એ જ ક્રિયાઓ કરાવો. તમે જાતે મૅસ્ટરબેશન કરતી વખતે જ્યાં સ્પર્શ કરવાથી વધુ ઉત્તેજના અનુભવતાં હો એ જ જગ્યાએ સ્પર્શ કરવા માટે પતિને હળવેકથી દોરવણી કરો. હસબન્ડને કહેશો તો તેને પણ ગમશે અને તમને પણ એક્સાઇટમેન્ટ અનુભવાશે. 

પુરુષોની જેમ જ સ્ત્રીઓમાં પણ મૅસ્ટરેબશનથી કોઈ નુકસાન નથી થતું. વાંરવાર મૅસ્ટરબેશન કરવાથી સંતોષ અનુભવવાની ક્ષમતા ઘટી જાય છે એવું પણ નથી હોતું. સેક્સ-સુખમાં એવું કહેવાય છે કે ઘણી વાર રિયલિટી કરતાં ફૅન્ટસી વધારે રોમાંચ આપનારી હોય છે. જોકે પરાકાષ્ઠા વખતે કંઈક જુદું અને ખૂબ ઉત્તેજક એવું કંઈક અનુભવાશે; આ નહીં, કંઈક બીજા પ્રકારની લાગણી થવી જોઈએ એવી ભ્રમણામાં પણ કેટલીક સ્ત્રીઓ અટવાતી હોય છે એટલે સમાગમ પછી મૅસ્ટરબેશન કરતાં કંઈક અલગ અનુભવાશે એવું માનવું નહીં.

columnists sex and relationships life and style