એન્ગેજમેન્ટ પછી છૂટછાટ લીધી એટલે પિલ્સ લેવી પડે છે

05 October, 2021 01:18 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

અમે બીજા કોઈ કૉન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરતાં ન હોવાથી પ્રેગ્નન્સી રહે નહીં એ માટે આ ટેક્નિક અપનાવી છે. જોકે હમણાંથી ક્યારેક મારા પિરિયડ્સ બે-ચાર દિવસ આગળ-પાછળ થાય છે જેને કારણે ચિંતા થઈ આવે છે

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૨૬ની છે. એન્ગેજમેન્ટ થઈ ગયા છે, હજી દોઢેક વર્ષ અમે લગ્ન નથી કરવાના. જોકે અમે લિબર્ટી લીધી છે એટલે અમારે એક્સ્ટ્રા કાળજી રાખવી પડે છે. અમે ફિઝિકલી ઍક્ટિવ હોવાથી ટેન્શન રહે છે. મોસ્ટ્લી હું પિરિયડ્સ પૂરા થયા પછીનું પહેલું વીક કે પછી પિરિયડ્સની તારીખના એક વીક સુધી જ ફિઝિકલ રિલેશન સેટ કરવાનું રિસ્ક લઉં છું. એ સિવાયના દિવસોમાં રૅરલી અમે સેક્સ કર્યું હશે. એવું બન્યું છે બે-ચાર વાર, પણ એવા સમયે પિલ લઈ લઉં છું. અમે બીજા કોઈ કૉન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરતાં ન હોવાથી પ્રેગ્નન્સી રહે નહીં એ માટે આ ટેક્નિક અપનાવી છે. જોકે હમણાંથી ક્યારેક મારા પિરિયડ્સ બે-ચાર દિવસ આગળ-પાછળ થાય છે જેને કારણે ચિંતા થઈ આવે છે.

બોરીવલીની રહેવાસી

 

 પિરિયડ્સની ડેટ્સમાં બે-ચાર દિવસ આગળ-પાછળ થવા એ કોઈ ટેન્શનની વાત નથી. ટેન્શનવાળી વાત જો કોઈ હોય તો એ તમે જે કૉન્ટ્રાસેપ્ટિવ મેથડ અપનાવી છે એ છે. અનપ્રોટેક્ટેડ સેક્સને કારણે પ્રેગ્નન્સી રહી જશે એવા ટેન્શનને લીધે પણ પિરિયડ્સની ડેટ્સ પર અસર દેખાતી હોય છે. સામાન્ય રીતે પિરિયડ્સ પહેલાં અને પછીનો એક વીકનો ટાઇમ સેફ છે, પણ આવી ગણતરી ત્યારે જ કરી શકાય જો પિરિયડ્સ રેગ્યુલર હોય. બીજી વાત, આ કૅલ્ક્યુલેશન પણ ૧૦૦ ટકા સેફ નથી. તમારા પિરિયડ્સ જ્યારે ચેન્જ થઈ રહ્યા છે ત્યારે તો તમારે આ કૅલ્ક્યુલેશનને તિલાંજલિ જ આપી દેવી જોઈએ.

પિલ રિલેશનશિપ જોડાયાના ૭૨ કલાકમાં લેવામાં આવે તો જ રિઝલ્ટ આપે છે અને રેગ્યુલરલી આવી પિલ્સ લેવામાં આવે તો એનાથી ફર્ટિલિટીને પણ અસર પડે છે. પિલ્સ ઇમર્જન્સીમાં જ વાપરવી, રેગ્યુલર બિલુકલ નહીં. ૧૦૦ પર્સન્ટ સિક્યૉરિટી જોઈતી હોય તો કૉન્ડોમનો કોઈ ઑપ્શન નથી, પુલ-આઉટ પણ નહીં. કૉન્ડોમ તમને એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પણ બચાવે છે. તમે ફર્ટિલિટીને ખરાબ અસર ન પડે એવું ઇચ્છતા હો તો પાર્ટનરને કૉન્ડોમ વાપરવા માટે કન્વિન્સ કરો.

sex and relationships columnists