ફોરપ્લેમાં હસબન્ડ બટકાં ભરે છે અને બ્રેસ્ટ બહુ પ્રેસ કરે છે

24 August, 2021 01:29 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પિરિયડ્સ આવવાના હોય ત્યારે બ્રેસ્ટ સેન્સિટિવ થઈ ગયાં હોય ત્યારે દાંત ભરાવવાની પ્રક્રિયા કે પછી બ્રેસ્ટને જંગલીની જેમ પ્રેસ કરે એ જરા પણ સહન નથી થતું. હું તેમને કહું છું તો સમજતા નથી અને તેમની આ ક્રિયા ચાલુ જ રહે છે.

પ્રતીકાત્મક તસવીર

મારા મૅરેજને હજી માંડ એક વર્ષ થયું છે. હું અને હસબન્ડ બે જ રહીએ છીએ એટલે અમને એકાંત પૂરતા પ્રમાણમાં મળે છે. જોકે ફોરપ્લે વખતે ક્યારેક તે ખૂબ એક્સાઇટ થઈને મને દાંત ભરાવી દે છે. બ્રેસ્ટ પાસેના ભાગમાં વધુપડતું જોરથી દાંત બેસાડે એટલે દુખે, પણ એ પછી ખાસ ખબર નથી પડતી. પિરિયડ્સ આવવાના હોય ત્યારે બ્રેસ્ટ સેન્સિટિવ થઈ ગયાં હોય ત્યારે દાંત ભરાવવાની પ્રક્રિયા કે પછી બ્રેસ્ટને જંગલીની જેમ પ્રેસ કરે એ જરા પણ સહન નથી થતું. હું તેમને કહું છું તો સમજતા નથી અને તેમની આ ક્રિયા ચાલુ જ રહે છે. મને ડર છે કે આને લીધે મને બ્રેસ્ટનો કોઈ પ્રૉબ્લેમ તો નહીં થાય. મારાં બ્રેસ્ટ લૂઝ પડી જવાના ચાન્સિસ કેટલા?
મુલુંડનાં રહેવાસી

 આ પ્રકારની બાઇટ કરવાની જે રીત છે એને લવબાઇટ કહે છે. કેટલાક લોકોને એની બહુ મજા આવતી હોય છે. એવું નથી કે એમાં છોકરાઓને જ મજા આવે. કેટલીક છોકરીઓને પણ એ પીડા સહન કરવાની મજા આવતી હોય છે. આજના સમયમાં અમુક છોકરીઓ તો સામેથી એ લવબાઇટ માગે છે, પણ એનો અર્થ એવો નથી કે બધાને એમાં આનંદ આવે. લવબાઇટ કોઈ જુએ એવી જગ્યા પર હોય તો એનાથી ક્ષોભમાં પણ મુકાવું પડે. જો તમને આ પીડા પસંદ ન હોય તો તમે તમારા હસબન્ડને શાંતિથી આ બાબતે સમજાવી શકો છો. બાકી આ નિર્દોષ ક્રિયા છે. એનાથી તમારી બ્રેસ્ટમાં કોઈ તકલીફ થવાની શક્યતાઓ નથી. ડર મનમાંથી કાઢી નાખો. જ્યારે વધુ જોર વાપરવામાં આવ્યું હોય ત્યારે વધુ માત્રામાં લોહી જામવાને કારણે એ ડાઘ બે-ત્રણ દિવસ દેખાય એવું બની શકે છે. એને અને કૅન્સરને કોઈ લેવાદેવા નથી અને બ્રેસ્ટને દબાવવાથી એ લૂઝ થઈ જાય એવું માનવું મિથ છે. 
પિરિયડ્સ દરમ્યાન હૉર્મોનલ ચેન્જિસને કારણે બ્રેસ્ટમાં દુખાવો થવો એ નૉર્મલ છે. આવા સંજોગોમાં તમારે તેમને પ્રેમથી સમજાવવા જરૂરી છે. જો તમે હંમેશ માટે ના પાડવાને બદલે મહિનાના અમુક ખાસ દિવસે જ કાળજી રાખવા કહેશો તો તે તમારી વાત માનશે. એટલે ગભરાવાને બદલે તમારા જાતીય જીવનનો આનંદ માણો.

sex and relationships columnists dr. mukul choksi