બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે કૉન્ડોમ ન વાપરીએ તો ચાલે?

05 March, 2024 08:12 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સામાન્ય રીતે બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે પ્રોલૅક્ટિન હૉર્મોન્સની ઊંચી માત્રાને કારણે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ ઘણા ઓછા હોય છે

પ્રતીકાત્મક તસવીર

મને હજી ચાર મહિના પહેલાં જ ડિલિવરી થઈ છે. નૉર્મલ ડિલિવરી પછી એક મહિના પછી સેક્સ્યુઅલ ઍક્ટિવિટી કરી શકાય એવું ડૉક્ટરે કહેલું. મને હજી પિરિયડ્સ આવવાના શરૂ નથી થયા એટલે મને કૉન્ડોમ વિના પણ સંભોગ કરવામાં વાંધો નથી. બેબી સૂતું હોવાથી વચ્ચે સમય ચોરીને ઝટપટ સમાગમ કરી લેવો પડે છે. જોકે સમસ્યા એ છે કે ડિલિવરી પછી બે-ત્રણ વાર સમાગમ કર્યો ત્યારે ડ્રાયનેસને કારણે ખૂબ ઘર્ષણ ફીલ થયું હતું. પહેલાં આવું ક્યારેય નહોતું થયું. આવા સંજોગોમાં શું કરી શકાય? કોઈ મેડિસિન કે ઓઇન્ટમન્ટ સજેસ્ટ કરી શકાતી હોય તો પ્લીઝ કરો અને મારે એ પણ જાણવું છે કે હું બ્રેસ્ટ ફીડ કરાવું ત્યાં સુધી કૉન્ડોમ ન પહેરીએ તો એ ચાલે કે નહીં? 
અંધેરી

સામાન્ય રીતે બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે પ્રોલૅક્ટિન હૉર્મોન્સની ઊંચી માત્રાને કારણે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ ઘણા ઓછા હોય છે, પણ એનો અર્થ બિલકુલ એવો નહીં કરવાનો કે પ્રેગ્નન્સી રહેતી નથી. અનેક કિસ્સામાં આ પિરિયડ્સમાં પ્રેગ્નન્સી રહી છે એટલે જોખમ ન લેવાના હેતુથી કૉન્ડોમનો વપરાશ કરવો જ જોઈએ. 

હાલમાં તમને જે એક્સ્ટ્રા ડ્રાયનેસ અથવા તો ઘર્ષણ વર્તાય છે એનાં બે કારણ હોઈ શકે. એક તો એ કે તમે બાળક જાગી જશે એની લાયમાં ઝટપટ ક્રિયા પતાવવા માટે થઈને ફોરપ્લેમાં પૂરતો સમય ન ગાળતા હો, એને કારણે પૂરતું લુબ્રિકેશન થાય એ પહેલાં જ પેનિટ્રેશન કરાવવા જતાં ડ્રાયનેસની સમસ્યા થઈ શકે. બીજું, નૉર્મલ ડિલિવરી પછી કદાચ ડૉક્ટરે વજાઇનાની લૂઝનેસને ઘટાડવા માટે જો એકાદ એક્સ્ટ્રા સ્ટિચ લીધો હોય તો પણ ક્યારેક પેનિટ્રેશન દરમ્યાન થોડી તકલીફ પડતી હોય છે.

સમાગમ પહેલાંના સંવનનમાં પૂરતો સમય ગાળો. પૂરતું લુબ્રિકેશન આવે એ પછી જ પેનિટ્રેશન કરવું. ધારો કે એવું ન કરવું હોય તો તમે સાવ સાદું કોપરેલ તેલ દ્વારા આર્ટિફિશ્યલ લુબ્રિકેશન કરીને પછી સમાગમ કરી શકો છો. ડિલિવરીને ચાર મહિના થઈ ગયા છે એટલે કેમિકલયુક્ત જેલ વાપરી શકાય, પણ પ્રયાસ કરવો કે એ ટાળી શકાય. જો એ પછી પણ પેનિટ્રેશનમાં તકલીફ થતી હોય તો  ગાયનેકોલૉજિસ્ટ પાસે જઈને ચેક-અપ કરાવો. 

sex and relationships columnists life and style