મૉનોટોની તોડવા માટે હું નિયમિત વાયેગ્રા લઉં?

13 March, 2024 07:40 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમારે જો સેક્સમાં આવેલા એકધારાપણાને તોડવું હોય અને નાવીન્યનું એક્સાઇટમેન્ટ ઉમેરવું હોય તો તમે પોઝિશન્સમાં પ્રયોગો કરી શકો છો.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૭ વર્ષ છે. લગ્નને અઢાર વર્ષ થયાં છે, હવે અમારી સેક્સલાઇફમાં મૉનોટોની આવી ગઈ હોય એવું લાગે છે. ફ્રીક્વન્સી પણ પહેલાં કરતાં ઘટી છે. મને કે મારી વાઇફને કોઈ જ તકલીફ નથી છતાં કંઈક વેરિએશન મળે અને નવો અનુભવ મળે એ માટે શું કરવું એ અમે શોધતા રહીએ છીએ. એકાદ મહિના પહેલાં મેં એમ જ વાયેગ્રાની ૨૫ મિલીગ્રામની ગોળી લીધેલી. એ વખતે અમે એક રાતમાં બે વખત સમાગમ કર્યો. ઉત્તેજના પણ ખૂબ હતી, એને કારણે મને ખૂબ જ મજા આવી. હા, મેં વાયેગ્રા લીધી છે એ વાત મારી વાઇફને કહી નહોતી, પણ તેણેય સ્વીકાર કર્યો હતો કે બે વખતના સમાગમ પછી તેને ખૂબ જ સંતોષ થયો હતો. વાયેગ્રા લીધા વિના એક રાતમાં બે વખત સમાગમ કરવાનું મારા માટે શક્ય નથી. તો શું હું ક્યારેક એકાદ વાર વધુ ઉત્તેજના માટેની ગોળી લઈ શકું ખરો? એનાથી કોઈ આડઅસર થાય અથવા તો હૅબિટ પડી જાય એવું તો ન થાયને? 
મલાડ

તમને ઉત્તેજના આવવામાં કોઈ જ તકલીફ નથી થતી. દવા વિના પણ તમે સારી રીતે સમાગમ માણી શકો છો. એવા સંજોગોમાં મેડિકલ ધોરણે વાયેગ્રા લેવાની જરૂર છે જ નહીં. તમારે સેક્સમાં મૉનોટોની દૂર કરવી હોય અને વેરિએશન લાવવું હોય તો બીજા ઘણા પ્રયોગ છે જે ઇન્ટિમસી, એક્સાઇટમેન્ટ અને આનંદ વધારે એવા છે. 

જે દવાની અસર થાય છે એની આડઅસર પણ થોડીક તો હોવાની જ. જ્યારે તમને કોઈ સમસ્યા નથી ત્યારે વગર કારણે દવા લેવામાં આવે તો એની હૅબિટ પડી જાય છે એવું નથી હોતું, પણ દવારૂપે વણજોઈતાં કેમિકલ્સ શરીરમાં નાખવાનું ક્યારેય હિતાવહ નથી. વાયેગ્રા એ ડૉક્ટરની સલાહ હેઠળ અપાતું પ્રિસ્ક્રિપ્શન ડ્રગ છે. 

તમારે જો સેક્સમાં આવેલા એકધારાપણાને તોડવું હોય અને નાવીન્યનું એક્સાઇટમેન્ટ ઉમેરવું હોય તો તમે પોઝિશન્સમાં પ્રયોગો કરી શકો છો. બેડરૂમને બદલે અનયુઝ્અલ જગ્યાઓએ એકાંત ખોળીને રોમૅન્સ કરી શકો છો. વાઇબ્રેટર્સ કે અન્ય સેક્સ-ટૉય્ઝનો સમજણપૂર્વકનો ઉપયોગ કરી શકો છો. અરે, એ સિવાયના પણ ઘણા રસ્તા છે અને તમે એ પણ વાપરી શકો છો એટલે માત્ર મૉનોટોની તોડવા માટે વાયેગ્રા લેવામાં હું તો હિત નથી જોતો. શક્ય હોય તો એને સૌથી છેલ્લા ઑપ્શન તરીકે રાખો અને બીજું બધું ટ્રાય કરો.

sex and relationships columnists health tips