પિરિયડ્સમાં સેક્સ કરવાનું હસબન્ડને બહુ મન થાય છે

19 October, 2021 04:16 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઇન ફૅક્ટ, ઘણી સ્ત્રીઓને પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવામાં વધારે પ્લેઝર મળતું હોય છે

પ્રતીકાત્મક તસવીર

મારી એજ ૨૯ વર્ષની છે. ગયા ડિસેમ્બરમાં મારાં મૅરેજ થયાં. અમારી સેક્સલાઇફ આમ તો ઘણી સારી છે, પણ અમુક દિવસોમાં સ્ટ્રેસ ખૂબ વધી જાય છે. મારા પિરિયડ્સ ચાલતા હોય ત્યારે હસબન્ડને ઇચ્છા થાય છે. અમારી ફૅમિલીમાં પિરિયડ્સ દરમ્યાન તમામ પ્રકારની આભડછેટ પાળવાની હોય છે. એક રૂમમાં સાથે સૂવાની પણ સખત મનાઈ હોય છે. છ મહિનાથી મારા હસબન્ડે જ મારાં સાસુ સાથે લડી-ઝઘડીને આભડછેટ પાળવાનું બંધ કરાવ્યું છે, જેને લીધે મને ખૂબ રાહત થઈ છે. જોકે પિરિયડ્સમાં સેક્સ કરવું તો બરાબર ન જ કહેવાયને? મેં તેમને ઘણું સમજાવ્યું કે આ પાપ કહેવાય, પણ તેમની દલીલ છે કે સાયન્સ પણ પિરિયડ્સ સાથે સેક્સ કરવાની છૂટ આપે છે. ધારો કે હું તેમને છૂટ આપું તો મને ફિઝિકલી તકલીફ થાય ખરી?

મલાડની રહેવાસી

આપણા દેશમાં આ બાબતની મિસઅન્ડરસ્ટૅન્ડિંગ ઘણાં કપલોમાં છે. પિરિયડ્સના કારણે આવતું ડિસ્ટન્સ હસબન્ડ-વાઇફ વચ્ચે સ્ટ્રેસ જન્માવવાનું કામ કરે છે. તમારા હસબન્ડ સાયન્ટિફિક અપ્રોચ ધરાવે છે એટલે તેઓ પરિવર્તન માગે છે. દરેક વ્યક્તિને ધર્મ પાળવાની અને એના નીતિનિયમોને આધીન રહેવાની છૂટ હોય છે, પણ સેક્સની બાબતમાં બે વ્યક્તિ સાથે મળીને પ્લેઝર અનુભવતી હોય છે એટલે એક દુઃખી થાય અને બીજી સુખ પામે એ યોગ્ય ન કહેવાય. સાયન્સ અને મેડિકલ દૃષ્ટિકોણ સ્પષ્ટ કરું તો પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવામાં કોઈ વાંધો નથી.

ઇન ફૅક્ટ, ઘણી સ્ત્રીઓને પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવામાં વધારે પ્લેઝર મળતું હોય છે. જોકે એવું કરતાં પહેલાં યાદ રાખવું કે સ્ત્રીના લોહીમાં હીમોગ્લોબિન પૂરતું હોય અને પિરિયડ્સનું પેઇન ન રહેતું હોય તો જ તે સેક્સના આનંદને માણી શકશે. આ સમયમાં હંમેશાં કૉન્ડોમનો યુઝ કરવો. એમ નહીં કરો તો વજાઇનલ ડિસ્ચાર્જને કારણે હસબન્ડની પેનિસમાં ઇન્ફેક્શન લાગી શકે છે. જો એકબીજાની ઇચ્છા હોય અને સહમતી પણ હોય, શરીર સક્ષમ હોય તો કૉન્ડોમ પહેરીને સેક્સ કરવામાં કશું ખોટું નથી.

sex and relationships