અન્ડરગાર્મેન્ટ્સ પર સ્પર્મ પડે તો ગર્ભ રહે?

26 March, 2024 07:02 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમે લગ્ન વિના કોઈ પણ જાતની સેક્સ-ઍક્ટમાં પ્રવેશતા હો ત્યારે અનવૉન્ટેડ પ્રેગ્નન્સીની તલવાર હંમેશાં માથે તોળાતી રહેવાની.

પ્રતીકાત્મક તસવીર

મારી અને મારા બૉયફ્રેન્ડની ઉંમર ૨૮ વર્ષની છે. અમે એકબીજા પર ખૂબ ભરોસો મૂકીએ છીએ, પણ હજી મેં સંપૂર્ણ છૂટછાટ નથી લીધી. અલબત્ત, છેલ્લાં ચાર વર્ષના સંબંધો પછી ઇન્ટિમસી હવે વધી રહી છે. અમે કરીઅરમાં સેટ થઈને એકાદ વર્ષમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. છતાં હમણાંથી એકાંત મળે ત્યારે એક્સાઇટિંગ પળો આવી જાય છે. અમે નક્કી રાખ્યું છે કે લગ્ન પહેલાં ફોરપ્લે જેવો રોમૅન્સ કરતાં રહીશું. એટલે કાં તો તેનાં અન્ડરગાર્મેન્ટ્સ હટાવેલાં હોય અને કાં તો મારાં. બેઉના પ્રાઇવેટ પાર્ટ્‍સ ડાયરેક્ટ ટચમાં ન આવે એનું પૂરતું ધ્યાન રાખું છું. લાસ્ટ વીકમાં મારા બૉયફ્રેન્ડે ઇજેક્યુલેટ કર્યું ત્યારે મેં અન્ડરવેઅર પહેરી રાખેલી, પણ સ્પર્મના થોડાક છાંટા અને ભીનાશ મારાં કપડાં પર પણ વર્તાયાં. આનાથી પ્રેગ્નન્સી રહેવાના કોઈ ચાન્સિસ છે? કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેવાની જરૂર છે? 
મલાડ

સામાન્ય રીતે કપડાના આવરણને ભેદીને સ્પર્મ યોનિમાર્ગમાં જાય અને પ્રેગ્નન્સી રહે એવા ચાન્સિસ ઘણા ઓછા હોય છે, પણ સાદું કપડું ૧૦૦ ટકા સુરક્ષિત સેક્સ માટે યોગ્ય ન ગણાય. એમાંય વીર્યસ્ખલન દરમ્યાન ભલે યોનિપ્રવેશ ન થયો હોય, પણ બન્નેના પ્રાઇવેટ પાર્ટ્સ ભીંસાયેલા તો હશે જ. એટલે એ ભાગમાં થોડુંક વીર્ય લાગી ગયું હોવાની શક્યતા રહે. જોકે એમ છતાંય સ્પર્મ અંદર પ્રવેશી જાય અને તમને પ્રેગ્નન્સી રહી જાય એવી શક્યતાઓ લગભગ નહીંવત્ છે એવું કહી શકાય. 

તમે લગ્ન વિના કોઈ પણ જાતની સેક્સ-ઍક્ટમાં પ્રવેશતા હો ત્યારે અનવૉન્ટેડ પ્રેગ્નન્સીની તલવાર હંમેશાં માથે તોળાતી રહેવાની. બીજી તરફ નવા સંબંધોનું એક્સાઇટમેન્ટ એટલું હોય કે તમે વિચારતા હો શું અને થઈ જાય શું એનો તમને પોતાને પણ ખ્યાલ ન રહે. ઉત્તેજનામાં બેઉ જણ વચ્ચે ક્યારે શું થઈ જાય એનો અંદાજ તમે લગાવી નહીં શકો. 

સામાજિક દૃષ્ટિએ વિચારીએ તો લગ્ન પહેલાં આવા રિસ્કી બિઝનેસમાં પ્રવેશવામાં જોખમ છે એટલે એક ડિસ્ટન્સ રાખો અને જો ડિસ્ટન્સ શક્ય ન લાગતું હોય તો તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે એટલે ઝડપથી નિર્ણય લઈ લો. ધારો કે આ બન્ને સૂચનમાંથી તમે કંઈ કરવા ન માગતાં હો તો ઍટ લીસ્ટ કૉન્ડોમનો ઉપયોગ કરવો હિતાવહ છે.

sex and relationships life and style