લાઇફમાં રોમૅન્સ ફરી જગાડવાથી જ કપલ-લાઇફમાં ઉત્સાહ આવશે

06 October, 2025 11:34 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

રોમૅન્સની પહેલી શરત એ છે કે જો તમે તમારા પાત્રને રોમૅન્ટિક રાખવા માગતા હો તો પહેલાં તમારે રોમૅન્ટિક થવું પડે અને એ માટે તમારે માનસિકતા બદલવી પડે

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં એક કપલ મળ્યું. બન્નેની ઉંમર અંદાજે પંચાવન વર્ષની આસપાસની. મેનોપૉઝ અને ઍન્ડ્રોપૉઝ પિરિયડ બન્ને પસાર કરી ચૂક્યાં હતાં. બાળકો ફૉરેનમાં ઑલમોસ્ટ સેટલ થઈ ગયાં હતાં. હવે હસબન્ડ-વાઇફ બે જ મુંબઈમાં રહે. બન્નેને ત્યાં મહેમાન આવે એ વખતે બન્નેનો મૂડ ચોક્કસપણે બદલાઈ જાય અને બન્ને ખૂબ ખુશ હોય, પણ મહેમાન જાય એટલે બન્નેની લાઇફ બેરંગી થઈ જાય. મિડલ-એજ પણ ક્રૉસ કરી ચૂકેલા આ કપલ વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. બન્ને બૌદ્ધિક એટલે તેમણે સામેથી જ કાઉન્સેલિંગ માટેની માનસિકતા બનાવી અને પછી તેમને મળવાનું થયું. તેમની વાત સાંભળ્યા પછી લાગ્યું કે તેમના પ્રશ્નમાં નવું કશું નથી. આ ઉંમરે પહોંચેલાં મોટા ભાગનાં કપલોની આ જ ફરિયાદો છે, પણ ફરિયાદનું નિરાકરણ કેમ કરવું એની તેમને સમજ નથી.
હકીકત એ છે કે તેમની લાઇફમાં હવે કોઈ જાતનો રંગ રહ્યો નથી એટલે તેઓ એકબીજાને ખાવા દોડવા માંડે છે. આ પ્રકારની લાઇફ જો લાંબો સમય ચાલે તો ચોક્કસપણે ખરાબ કે વિકૃત પરિણામ આવી શકે અને એવું ન બને એ માટે તેમણે આ ઉંમરે જ જીવનમાં નવેસરથી રોમૅન્સ દાખલ કરવો જોઈએ. રોમૅન્સ માટે પોતાના જ પાત્રથી ઉત્તમ બીજું કોઈ પાત્ર નથી.

નવેસરથી રોમૅન્ટિક થવાના રસ્તાઓ બહુ સરળ છે. રોજબરોજની વાતોમાંથી બહાર નીકળીને પોતાના ગોલ્ડન ટાઇમની વાતો એકબીજાને યાદ કરાવો. હળવાશ સાથે વાત કરો અને બન્ને એકબીજા માટે કેટલાં મહત્ત્વનાં છો એ પણ સમયાંતરે એકબીજાની સામે વ્યક્ત કરો. મોટા ભાગનાં કપલોમાં આ વાતનો અભાવ આવી જતો હોય છે જેને લીધે સંબંધો ખેંચાયા કરે છે અને પછી એ સંબંધો બર્ડન બનવા માંડે છે.

રોમૅન્સની પહેલી શરત એ છે કે જો તમે તમારા પાત્રને રોમૅન્ટિક રાખવા માગતા હો તો પહેલાં તમારે રોમૅન્ટિક થવું પડે અને એ માટે તમારે માનસિકતા બદલવી પડે. ઘણા લોકો ભૂલથી એવી ભૂલ કરી બેસે છે કે તેઓ પોતાનામાં રોમૅન્સ જગાડવા માટે ત્રીજી વ્યક્તિનો ઉપયોગ કરી બેસે અને ફ્લર્ટ કરવા માંડે, પણ એ ગેરવાજબી છે. ઓશો અને ફ્લર્ટનું સમાન છે. ઓશોની ફિલોસૉફી અને ફ્લર્ટિનેસ જીવનમાં જરૂરી છે, પણ એને ક્યાં છોડી દેવી એનું શાણપણ પણ એટલું જ અગત્યનું છે. યંગસ્ટર્સ એકબીજાની સાથે ક્વૉલિટી-ટાઇમ શૅર કરે છે તો ૫૦થી વધુ વય ધરાવતા લોકોએ એકબીજા સાથે કપલ-ટાઇમ શૅર કરવો જોઈએ અને એકબીજાને સરપ્રાઇઝ આપવાની એક પણ તક છોડવી ન જોઈએ. ભલે પછી સરપ્રાઇઝ સાવ નાની જ હોય, પણ સરપ્રાઇઝ વ્યક્તિને તેની ઇમ્પોર્ટન્સ દર્શાવે છે.

sex and relationships relationships lifestyle news life and style columnists exclusive gujarati mid day