સેક્સ-ચેટ પ્લેઝર આપે પણ પછી થાય છે કે હું ખોટું કરું છું?

11 May, 2021 12:04 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

અમને છેલ્લા થોડા સમયથી સેક્સ-ચેટની આદત પડી છે. અમે એકબીજાને ફોટો પણ શૅર કરીએ છીએ. સેક્સ-ચેટને લીધે સારું પણ લાગે છે અને હું ઓર્ગેઝમ પર પહોંચું પણ છું, પણ એ બધું કરી લીધા પછી મને મનમાં ડંખ રહે છે.

GMD Logo

મારી એજ થર્ટીની છે, હું એક વેલનોન કૉર્પોરેટ કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ છું. મારા લૉન્ગ ડિસ્ટન્સ રિલેશન છે અને મારો બોય-ફ્રેન્ડ દિલ્હીમાં છે. પહેલાં અમે ત્રીસ-ચાલીસ દિવસે રેગ્યુલર મળતાં પણ કોવિડ આવ્યા પછી નેચરલી અમારું મળવાનું ખાસ્સું ઓછું થઈ ગયું છે, પણ અમે મેસેન્જર થ્રૂ એકબીજાની સાથે જોડાયેલા રહીએ છીએ. અમને છેલ્લા થોડા સમયથી સેક્સ-ચેટની આદત પડી છે. અમે એકબીજાને ફોટો પણ શૅર કરીએ છીએ. સેક્સ-ચેટને લીધે સારું પણ લાગે છે અને હું ઓર્ગેઝમ પર પહોંચું પણ છું, પણ એ બધું કરી લીધા પછી મને મનમાં ડંખ રહે છે. ક્યારેક ગિલ્ટ ફીલ પણ આવે અને ક્યારેક ડર પણ લાગે કે આ હું ખોટું તો નથી કરતીને. પ્લીઝ ગાઇડ, આ હું ખોટું કરું છું?
બાંદરાની રહેવાસી

તમારો પ્રશ્ન સેક્સોલોજી કરતાં સાયકૉલૉજીનો વધારે છે. તમારી એજ પર ફિઝિકલ પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને તમે લૉન્ગ ડિઝસ્ટન્સથી જોડાયેલા છો એ તમારી જરૂરિયાતની વીકનેસ છે. તમે કશું ખોટું કરો છો એવું કહેવાને બદલે હું એવું કહીશ કે તમને તમારા આ પાર્ટનર પર કેટલો ભરોસો છે એ અતિજરૂરી છે. જો તમને એક પર્સન્ટની પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ. તમારા જ કહેવા મુજબ, તમે એક જાણીતી કંપનીમાં રિસ્પેક્ટેડ પોઝિશન પર છો એટલે તમે સમજી શકો છો કે તમારી આવી ચેટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ જવાબ તમને મેં માત્ર ધારણાઓના આધારે આપ્યો છે.
તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય, તમને તેના પર પૂરો વિશ્વાસ હોય અને તમારો આ વિશ્વાસ ઇશ્વરીય શ્રદ્ધાના સ્તરનો હોય તો તમે કરો છો એ કશું ખોટું નથી. મનથી તમે પ્લેઝર મેળવો અને એનાથી તમને આનંદ મળતો હોય તો તમે કશું ખોટું કરતાં નથી. આ પ્રકારની ચેટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે.

sex and relationships dr. mukul choksi columnists