મને ફોર-પ્લે ગમે છે એ હસબન્ડને કહેવું જોઈએ કે નહીં?

04 May, 2021 02:10 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

નેચર વાઇઝ મારા હસબન્ડ શાંત સ્વભાવના છે અને ધાર્મિક માનસિકતા ધરાવે છે. પ્લીઝ, મને ગાઇડ કરો જેથી મારા મનમાં સતત ચાલતા આ વિચારો બંધ થાય.

GMD Logo

મારી એજ ૨૭ વર્ષની છે. મારાં મૅરેજને હજી સાત મહિના થયા છે. મને ફોર-પ્લે અને મૅસ્ટરબેશનમાં બહુ આનંદ આવે છે, પણ હું એ વિશે મારા હસબન્ડને કહી શકતી નથી. મૅસ્ટરબેશનનો આનંદ તો હું શાવર લેતી વખતે કે પછી એકલી હોઉં ત્યારે લઉં છું, પણ ફોર-પ્લે માટે નૅચરલી તેને ખબર હોવી જરૂરી છે. મારે તેને આ વાત કહેવી કઈ રીતે? મને ડર છે કે હું આ વિશે તેને કહીશ અને તે ક્યાંક મારા માટે છીછરી છાપ મનમાં ઊભી ન કરી લે. નેચર વાઇઝ મારા હસબન્ડ શાંત સ્વભાવના છે અને ધાર્મિક માનસિકતા ધરાવે છે. પ્લીઝ, મને ગાઇડ કરો જેથી મારા મનમાં સતત ચાલતા આ વિચારો બંધ થાય. - કાંદિવલીની રહેવાસી

તમારા સવાલ પરથી લાગે છે કે તમે વેલ-એજ્યુકેટેડ છો. જો આ સાચું હોય તો પછી આવો સંકોચ શા માટે રાખો છો. તમે હોટેલમાં જમવા જાઓ અને ત્યાં તમને ઑર્ડર કરવામાં શરમ આવે કે સંકોચ આવે તો પછી હોટેલનો સ્ટુઅર્ટ કેવી રીતે તમને ભાવતી વાનગી લઈ આવે? ન રાખો સંકોચ. તમારા મનની વાત કહી દો અને વિના સંકોચે તમને જે પ્લેઝર આપે છે એ પ્લેઝરને મેળવો. 
આપણે ત્યાં આજે પણ આ વિષય પર વાત કરવામાં સંકોચ અનુભવતા હોય એવા લોકોની કમી નથી. સંકોચના કારણે તેઓ પોતાના મનની વાત કહી નથી શકતા અને પછી આખી જિંદગી મનોમન આ વલોપાત ભોગવે છે. મનમાંથી કાઢી નાખો એ શંકા કે તમે આવી વાત કરશો તો તમારા હસબન્ડ તમારા વિશે કોઈ માન્યતા બાંધી લેશે. તે માન્યતા બાંધે એ પહેલાં તો તમે માન્યતા બાંધી લીધી કે તે નૅરો-માઇન્ડેડ છે. તમે કહો છો કે તે ધાર્મિક માનસિકતા ધરાવે છે. તમારી વાતમાં ક્યાંય અધર્મ આવતો નથી તો પછી ખચકાટ કે સંકોચ રાખવાની જરૂરી નથી. મૅસ્ટરબેશનનો આનંદ તમે એકલા લઈ લો છો, પણ એ વાત પણ જો તમે તમારા હસબન્ડને કરશો તો બને કે તમારી સાથેની એ ક્રિયામાં તે પણ જોડાઈ અને તમારો આનંદ બેવડાય. બસ, સંકોચ છોડીને તમારા મનની વાત કહી દો. એ તમારો હક છે. 

sex and relationships dr. mukul choksi life and style columnists