પેનિસની સ્કિન પાછળ નથી જતી, શું કરવું?

19 July, 2021 06:43 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને આ બાબતમાં યોગ્ય સલાહ આપશો. કૉન્ડોમ પહેરીને સેક્સ કરવાથી આ પ્રૉબ્લેમમાં રાહત મળી શકે? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું મૅરિડ છું. મારી પેનિસની આગળની ચામડી પૂરી રીતે પાછળ નથી જતી. ઉપર કરવા જતાં મને પેઇન થાય છે. આ જ પ્રૉબ્લેમ મને સેક્સ વખતે પણ નડે છે. એ સમયે સ્કિન ઉપર થાય એટલે બહુ પેઇન થાય અને પછી સેક્સનો મૂડ ન રહે. મેં ફૅમિલી ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે પેશાબ બરાબર થાય છે અને થોડા ભાગમાં ચામડી ઉપર પણ જાય છે એટલે તમે તેલથી માલિશ કરીને ચામડી સ્ટ્રેચ કરો તો ફાયદો થશે. મને આ બાબતમાં યોગ્ય સલાહ આપશો. કૉન્ડોમ પહેરીને સેક્સ કરવાથી આ પ્રૉબ્લેમમાં રાહત મળી શકે? 
માટુંગાના રહેવાસી

 ઇન્દ્રિય સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે કોપરેલના તેલનાં બે-ત્રણ ડ્રૉપ્સ ઓછા દેખાતા લાલ ભાગ પર નાખવા અને પછી ધીરે-ધીરે ચામડી પાછળ લેવાની કોશિશ કરવી. આટલા સમય સુધી તમારી સ્કિન પાછળ નહીં ગઈ હોય એટલે નૅચરલી એ પાછળ જતી વખતે પેઇન કરશે, પણ તમને કહ્યો એ તેલનો પ્રયોગ ત્રણ-ચાર દિવસ કરવાથી રાહત મળશે. આ ટ્રાય તમારે નાહતી વખતે અને રાત્રે સૂતી વખતે કરવી. એ કર્યા પછી પણ જો સ્કિન  ન પાછળ ન આવે તો પછી એક જ વિકલ્પ રહે છે અને એ છે સુન્નત (સર્કમસિઝનનું ઑપરેશન) કરાવવાનો. 
તમે કૉન્ડોમનો ઉપયોગ કરી શકો છો. કૉન્ડોમને લીધે સ્કિન પાછળ ખેંચાવાની શક્યતા નથી એટલે સેક્સ દરમ્યાન તમને પેઇન નહીં થાય. કૉન્ડોમ તમને એ સમય દરમ્યાન પેઇન નહીં આપે, પણ તમારા પેનિસની સ્કિનનો જે પ્રૉબ્લેમ છે એ સૉલ્વ થવો જરૂરી છે.
આ જ પ્રશ્નમાં તમે મસાજ વિશે પૂછ્યું છે. બાહ્ય મસાજથી તમને કોઈ ફરક પડે એવી શક્યતા લાગતી નથી એટલે એનો કોઈ અર્થ નથી. બહેતર છે કે તમે કોપરેલના ડ્રૉપ્સનો ઉપયોગ કરીને એ ભાગને વધારે લુબ્રિકેટેડ બનાવો અને આપોઆપ જ સ્કિન નીચે આવવી શરૂ થાય એ દિશામાં પ્રયાસ કરો. સુન્નત કરાવવી પડે તો પણ એ માટે ચિંતા કરવી નહીં. જગતમાં સિત્તેર ટકાથી વધારે પુરુષોએ સુન્નત કરાવી છે અને તેઓ હૅપી સેક્સ લાઇફ માણે જ છે.

sex and relationships columnists dr. mukul choksi