ઇન્ટરકોર્સ સમયે પેઇન થતું હોવાથી મન જ નથી

17 August, 2021 11:01 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ બધાને કારણે મને ઇન્ટિમસીનું મન જ નથી થતું અને એને કારણે હવે હઝબન્ડ સાથે ઝઘડા થાય છે. શું આ જાતીય ચેપ જેવું કંઈ છે? સમાગમ પછીની પીડાને કારણે મને અંદરખાને બહુ ગભરામણ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

મેં જાન્યુઆરીમાં મૅરેજ કર્યાં છે. મૅરેજ પહેલાં ક્યારેય ઇન્ટિમસી માણી નહોતી. ફેબ્રુઆરીમાં અમે હનીમૂન પર ગયા ત્યારે પહેલી વાર સેક્સ કર્યું. એ સમયે મને પ્રાઇવેટ પાર્ટમાં ખૂબ પેઇન થવા લાગ્યું હતું. શરૂઆતમાં એમ હતું કે આ બધું નવું હશે એટલે પેઇન થતું હશે, પણ હજી સુધી એમાં કોઈ ફરક નથી પડ્યો અને ઇન્ટરકોર્સ પછી પેઇન અને જલન થાય જ છે. ફિઝિકલ થયા પછી ઇમિડિએટ વૉશરૂમ જવું પડે છે. યુરિન પાસ કરતી વખતે પણ બહુ જલન થાય છે અને પછી એ ભાગ સૂજી જાય છે અને લાલાશ આવી જાય છે. આ બધાને કારણે મને ઇન્ટિમસીનું મન જ નથી થતું અને એને કારણે હવે હઝબન્ડ સાથે ઝઘડા થાય છે. શું આ જાતીય ચેપ જેવું કંઈ છે? સમાગમ પછીની પીડાને કારણે મને અંદરખાને બહુ ગભરામણ થાય છે.
વિલે પાર્લેનાં રહેવાસી

 આ યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે ફિઝિકલ રિલેશનની શરૂઆતમાં યુવતીઓને જોવા મળે છે. આને હનીમૂન સિસ્ટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. પેનિસ લાંબી તથા સહેજ વળાંકવાળી હોવાથી એમાં ઇન્ફેકશન જોવા મળતું નથી, પણ ફીમેલમાં વધારે જોવા મળે છે. 
મનમાંથી ડર કાઢી નાખજો કે આ કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. તમારે કરવાનું માત્ર એટલું છે કે સવારે પહેલા યુરિનને બૉટલમાં લઈને એનો એક રિપોર્ટ કરાવી લો અને તમારા ગાયનેકોલૉજિસ્ટને દેખાડીને તે જે મેડિસિન કહે એ શરૂ કરી દો. 
એક ઍડ્વાઇઝ બીજી પણ છે. સેક્સ રિલેશનશિપ સમયે થતું પેઇન ટાળવા માટે તમારે ફોરપ્લેમાં પૂરતો સમય આપવો જોઈએ. વજાઇના પોતાની રીતે લુબ્રિાકેશન આપે એ પછી જ ફિઝિકલ થવાની શરૂઆત કરશો તો પેઇન ઑલમોસ્ટ બંધ થઈ જશે. મૅરેજને છ મહિના થઈ ગયા છે એટલે હવે વજાઇનલ મસલ્સની ઇલૅસ્ટિસિટી પણ ફિઝિકલ રિલેશન માટે પરફેક્ટ થવા માંડી હોય એટલે તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તમે ફોરપ્લેને પૂરતો સમય આપો અને પછી ઇન્ટરકોર્સ કરો.

sex and relationships columnists dr. mukul choksi