બાયપાસ કરાવ્યા પછી પૂર્ણ ઉત્થાન ન થતું હોય તો તે માટે શું કરવું?

27 October, 2021 12:19 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારે જાણવું એ છે કે હું ઉત્થાન માટે આયુર્વેદનો રસ્તો અપનાવી શકું કે નહીં? આ સિવાય પણ સમાગમ લાંબો સમય ચાલે અને હું મારી વાઇફને સંતોષ આપી શકું એ માટે કોઈ ગોળી હોય તો જણાવશો.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૬ વર્ષની છે. નવ મહિના પહેલાં મેં બાયપાસ સર્જરી કરાવી છે. મને અને મારી વાઇફને સેક્સ માણવાની ઇચ્છા થાય છે, પણ બાયપાસ સર્જરી પછી હવે મારી ઇન્દ્રિયમાં ૫૦ ટકા જ ઉત્થાન રહ્યું છે જેને લીધે અમે સમાગમનો પૂર્ણ આનંદ માણી શકતાં નથી. મારે જાણવું એ છે કે હું ઉત્થાન માટે આયુર્વેદનો રસ્તો અપનાવી શકું કે નહીં? આ સિવાય પણ સમાગમ લાંબો સમય ચાલે અને હું મારી વાઇફને સંતોષ આપી શકું એ માટે કોઈ ગોળી હોય તો જણાવશો.
ભાઈંદરના રહેવાસી

બાયપાસ પછી તમને ઉત્થાનનો પ્રૉબ્લેમ થયો છે એવી તમારી જે માન્યતા છે એ માન્યતા માટે તમારે તમારા કાર્ડિયોલૉજિસ્ટને પૃચ્છા કરવી જોઈએ. જો તમારો કાર્ડિયોગ્રામ આરામ અવસ્થામાં અને કસરત પછી એમ બન્ને વખત નૉર્મલ આવે તો મહદંશે તમે સમાગમમાં રાચી શકો. ધારો કે કાર્ડિયોગ્રામ વિના આ જ વાત ચેક કરવી હોય તો તમારે અડધો કલાક રીઝનેબલ સ્પીડથી રોકાયા ચાલવું જોઈએ. જો એ પછી પણ વ્યક્તિનું બ્લડપ્રેશર વધઘટ ન થતું હોય કે છાતીમાં કોઈ પ્રકારનો દુખાવો ન થતો હોય તો તે સમાગમનો આનંદ માણી શકે.
તમે જે આયુર્વેદનો રસ્તો સમાગમ માટે અપનાવવાનો કહો છો એ રસ્તે તમે આગળ વધી શકો. જોકે એ પહેલાં તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવા જ જોઈએ. સમાગમ લાંબો ચલાવવા માટે કે પછી સ્ખલન જલદી શા માટે થઈ જાય છે એનું કારણ શોધીને પછી એનો ઉપાય કરવો આવશ્યક છે અને આ ઉપાય તમને તમારા ફૅમિલી ડૉક્ટર પાસેથી જ મળી શકે છે. 
સમાગમનો પૂર્ણ આનંદ તમે એકબીજાને મૅસ્ટરબૅશન દ્વારા પણ આપી શકો છો એટલે ફોરપ્લેની પ્રક્રિયાને પણ તમે મહત્ત્વની ગણીને એમાં જો વધારે સમય ગાળો તો પણ શક્ય છે કે ઉત્થાન માટે પૂરતો અવકાશ ઊભો થાય અને એ આનંદની ક્ષણોને લંબાવી આપે. જો અનુકૂળ આવતું હોય તો સમાગમ પહેલાં એવું લિટરેચર વાંચો કે પછી એવા વિડિયો જોવાથી પણ ઉત્થાનને પીઠબળ મળી શકે છે. એટલે આ પ્રકારનો નિરુપદ્રવી રસ્તો પણ તમે વાપરી શકો છો.

sex and relationships columnists