સ્ટેન્ટ મુકાવ્યું છે ત્યારે સેક્સ લાઇફને હેલ્ધી બનાવવા શું કરવું ?

21 July, 2021 03:54 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ગયા વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું એટલે હાર્ટઅટૅક ન આવે એ માટે સેક્સની કોઈ દવા નથી લેતો, બ્લડપ્રેશર પણ છે અને મનમાં એકધારા સેક્સના વિચારો પણ ચાલે છે, પણ સેક્સ લાઇફ હેલ્ધી નથી.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પ૯ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર પ૨ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મને કોલેસ્ટરોલ આવ્યું છે જેને લીધે સેક્સલાઇફ ફિક્કી પડી ગઈ છે. ગયા વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું એટલે હાર્ટઅટૅક ન આવે એ માટે સેક્સની કોઈ દવા નથી લેતો, બ્લડપ્રેશર પણ છે અને મનમાં એકધારા સેક્સના વિચારો પણ ચાલે છે, પણ સેક્સ લાઇફ હેલ્ધી નથી. મારે હેલ્ધી સેક્સ લાઇફ માટે શું કરવું એ જણાવશો.
રામમંદિર વિસ્તારના રહેવાસી

કોલેસ્ટરોલ વધારે હોય એને લીધે ઇન્દ્રિયના ઉત્થાનને તકલીફ થાય એવું જરૂરી નથી. એક કારણ હોઈ શકે, પણ એ જ કારણ હોય એવું માનવું ભૂલભરેલું છે એટલે મનમાંથી એ વાત કાઢી નાખશો. સ્ટેન્ટ મૂક્યું હોય તો પણ તમે સંભોગ અવશ્ય કરી શકો છો. તમને બ્લડપ્રેશર હોય અને તમે એને કન્ટ્રોલ કરવા માટે જો કોઈ સ્પેસિફિક દવા ન લેતાં હો કે પછી ડૉક્ટરે એવી કોઈ દવા ચાલુ ન કરાવી હોય તો તમે આયુર્વેદમાં સૂચવી છે એવી કામોત્તેજક દવા લઈ શકો છો અને તમારા સંભોગ જીવનને તમે સફળ બનાવી શકો છો. એક વાત સૌ કોઈની જાણ માટે અત્યારે, આ સમયે કહેવી જરૂરી છે કે એક વ્યક્તિવ જો અડધો કલાક રિઝનેબલ સ્પીડથી ચાલી શકતી હોય અને એટલું ચાલ્યા પછી જો તેને છાતીમાં દુખાવો ન થતો હોય કે બ્લડપ્રેશર એકદમ વધી ન જતું હોય તો એ વ્યક્તિી સફળ સંભોગ જરૂર માણી શકે છે, પણ જો ઇન્દ્રિયના ઉત્થાનની તકલીફ હોય તો તેણે વાયેગ્રા જેવી એલોપથીમાં સૂચવેલી શક્તિવર્ધક દવા લેવી કે નહીં એ માટે એક્સપર્ટને કૉન્ટૅક્ટ કરી એની સલાહ મુજબ કાર્ડિયોગ્રામ કરાવીને પછી પ્રિસ્ક્રિપ્શન લખાવીને લેવું જોઈએ. 
કાર્ડિાયોગ્રામ નોર્મલ આવે તો પણ ડૉક્ટરને સામેથી સૂચન કરી જોવું કે સ્ટ્રેસ ટેસ્ટ કરાવવો કે નહીં. જો આ બન્ને રિપોર્ટ નોર્મલ આવે તો ચોક્કસપણે વાયેગ્રા જેવી દવા પણ લઈ શકાય અને એ લેવામાં વાંધો પણ નથી. એક તંદુરસ્ત સેક્સ લાઇફ માનસિક તનાવથી માંડીને અમુક પ્રકારની શારીરિક પીડા સુધ્ધાંમાં રાહતરૂપ રહે છે.

sex and relationships columnists dr. mukul choksi