શેવ પછી પ્રાઇવેટ પાર્ટ પર વાઇટ પૅચ દેખાયો

12 March, 2024 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમીમાં એ ભાગ ટાઇટ કપડામાં બંધ રહેતો હોવાથી ત્યાં પસીનો થાય છે અને સુકાતો નથી. ભીનાશને કારણે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે અને ખંજવાળ આવે. 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૩ વર્ષ છે. હું કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મેં પહેલી વાર હમણાં પ્યુબિક હેર શેવ કર્યા છે. શેવ કરવાનું કારણ એ કે મને કેમિકલની ઍલર્જી છે એટલે મારે કોઈ હેર-રિમૂવર યુઝ નહોતું કરવું. શેવ કરી એ પહેલાં વાળને કારણે ડાયરેક્ટ સ્કિન દેખાતી નહોતી. હમણાંથી મને ખૂબ ગરમી અને પસીનો થતાં હોવાથી ઘણી ખંજવાળ આવતી હતી. ખંજવાળવાથી ક્યારેક તો ખૂબ બળતરા પણ થતી. આખરે મેં શેવ કરીને બધા જ વાળ કાઢી નાખ્યા છે. પહેલી વાર જ શેવ કર્યું હોવાથી સારી એવી કાળજી રાખી હતી. હવે બધા વાળ નીકળી ગયા પછી એ ભાગમાં ક્યાંક-ક્યાંક વાઇટ પૅચ દેખાય છે. મેં એ ભાગમાં હાથ લગાવી જોયો, પણ એ ઊપસી આવેલો નથી કે નથી ત્યાં દુખાવો થતો. લગભગ ત્રણેક એકદમ ઝીણા સફેદ પૅચ છે. શું આ નૉર્મલ છે? શેવ કર્યાના ત્રણ-ચાર દિવસમાં ફરીથી ત્યાં વાળ ઊગવા શરૂ થઈ ગયા છે અને પાછો એ ભાગ ઢંકાવા લાગ્યો છે. મને ચિંતા થાય છે કે આ કોઈ રોગ તો નથીને? 
મલાડ

તમે જે વર્ણન કર્યું છે એ પરથી લાગતું નથી કે વાઇટ પૅચ કોઈ ડિસીઝનાં લક્ષણો હોય. એમ છતાં, જો તમને શરીરના અન્ય કોઈ ભાગમાં વાઇટ પૅચની સમસ્યા હોય તો તમારે ધ્યાન જરૂર રાખવું જોઈએ. મોટા ભાગે ખંજવાળી નાખવાને કારણે એ ભાગની ત્વચા છોલાય છે. પહેલાં ઘસરકા પડે અને રુઝ આવે એ પછી થોડા સમય માટે એ ભાગ સફેદ થઈ ગયો હોય એવો દેખાય છે. જો તમે આ પહેલાં ખંજવાળી નાખ્યું હશે તો બની શકે કે આ પૅચ એને કારણે જ પડ્યા હોય. વધુ ખંજવાળ ન આવે એ માટે ત્યાંના વાળની સફાઈ રાખવી જરૂરી છે. ગરમીમાં એ ભાગ ટાઇટ કપડામાં બંધ રહેતો હોવાથી ત્યાં પસીનો થાય છે અને સુકાતો નથી. ભીનાશને કારણે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે અને ખંજવાળ આવે. 

આવું ન થાય એ માટે ખાસ કરીને આ સીઝનમાં કૉટનનાં અન્ડરવેઅર્સ પહેરવાં. ટાઇટ જીન્સને બદલે ખૂલતાં અને હવાની અવરજવર થઈ શકે એવાં કપડાં પહેરવાં. દિવસમાં બે વખત એ ભાગને સાબુથી સાફ કરીને કોરો કરવો. જ્યારે પણ યુરિન પાસ કરવા જાઓ ત્યારે પણ પાણીથી એ ભાગને સાફ કરીને સૂકો કરવો

columnists sex and relationships life and style