ઓરલ સેક્સ વાઇફને નથી ગમતું, ગર્લફ્રેન્ડ કરી આપતી હતી...

24 May, 2021 11:43 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વાઇફ સાથે આ ઇશ્યુ થતાં છેલ્લા થોડા સમયથી મને મારી જૂની ગર્લફ્રેન્ડ યાદ આવવા લાગી છે. થાય છે કે એની સાથે ફરીથી રિલેશન રિવાઇવ કરું. મારે શું કરવું જોઈએ?

GMD Logo

મારી ઉંમર એકત્રીસ વર્ષ છે. મને ઓરલ સેક્સમાં આનંદ આવે છે, પણ મારી વાઇફ એની માટે તૈયાર નથી થતી. મેં એને સમજાવી પણ એ માનતી નથી, જેને લીધે અમારી સેક્સ-લાઇફ હવે સાવ ડિસ્ટર્બ થઈ ગઈ છે. અગાઉ મારા રિલેશન એક છોકરી સાથે હતા, એ છોકરી ખુશી-ખુશી ઓરલ સેક્સની મજા મને આપતી હતી, વાઇફને શું પ્રોબ્લેમ છે એ મને સમજાતું નથી. વાઇફ સાથે આ ઇશ્યુ થતાં છેલ્લા થોડા સમયથી મને મારી જૂની ગર્લફ્રેન્ડ યાદ આવવા લાગી છે. થાય છે કે એની સાથે ફરીથી રિલેશન રિવાઇવ કરું. મારે શું કરવું જોઈએ?
જોગેશ્વરીના રહેવાસી

 સેક્સને ત્રણ રીતે ડિફાઇન કરી શકાય. પ્રોફેશનલ સેક્સ વર્કર સાથેનું સેક્સ જુદું હોય અને એ સમયની તેની માનસિકતા જુદી હોય. ગર્લફ્રેન્ડ સાથેના ફિઝિકલ રિલેશન પણ જુદાં હોય અને એ સમયની મેન્ટાલિટી પણ જુદી હોય અને વાઇફ સાથેના સેક્સ સંબંધ પણ જુદા હોય અને એમાં પણ વિચારધારા જુદી હોય. પ્રોફેશનલ સેક્સ વર્કર અને ગર્લફ્રેન્ડના મનમાં પોતાના પાર્ટનરને રાજી કરવાની ભાવના જુદા પ્રકારની હોય જ્યારે વાઇફની બાબતમાં ગમા-અણગમાની તીવ્રતા થોડી વધારે હોય. જો તમારી વાઇફને ઓરલ સેક્સ પસંદ ન હોય તો તમારે એ અણગમાને માન આપવું રહ્યું અને એમ છતાં તમને એમ લાગતું હોય કે તમને એ આનંદ જોઈએ છે તો વાઇફને એની માટે તૈયાર કરવી જોઈએ. એની માટેના રસ્તાઓ છે. જે રસ્તાઓ પૈકીનો એક રસ્તો એ પણ છે કે તમે તમારા પ્રાઇવેટ પાર્ટની સફાઈ યોગ્ય પ્રકારે કરો. બની શકે કે એની સફાઈ યોગ્ય રીતે ન થતી હોય એટલે વાઇફ તમને સાથ ન આપતી હોય.
ફરીથી ગર્લફ્રેન્ડ સાથે રિલેશન જોડવા અને એ પણ ઓરલ સેક્સ માટે એ વાત સૈદ્ધાંતિક રીતે બહુ છીછરી લાગી રહી છે. જાતીય આનંદ મેળવવો એ તમારો હક છે, પણ જાતીય આનંદની એક પ્રક્રિયા તમને ન સાંપડે એટલે તમે સંબંધ પ્રત્યેની વિશ્વસનિયતા તોડવા સુધીના વિચાર કરો એ અયોગ્ય છે. વિચારો કે આવું જ પગલું તમારી વાઇફ લે તો શું તમે એને સ્વીકારી શકો ખરા? 

columnists