વાઇફ કહે છે કે પ૮ પછી વીકમાં એક જ વાર સેક્સ કરવાનું હોય

19 January, 2022 04:37 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારી પત્નીની ફ્રેન્ડ્સે તેને એવું સમજાવ્યું છે કે રિટાયરમેન્ટ પછી વધારે સેક્સ કરવાથી હાર્ટ પર એની અસર પડે અને હાર્ટ અટૅક આવી શકે. શું આ વાત સાચી છે?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પ૮ વર્ષની છે. મારી સેક્સ લાઇફ હજી સારી છે અને વાઇફ પણ સપોર્ટિવ છે, જોકે એક વાતનો પ્રૉબ્લેમ છે. વાઇફનું કહેવું છે કે હવે આ ઉંમરે વીકમાં એક જ વાર સેક્સ કરવાનું અને વધારે ઇચ્છા થઈ હોય તો એ મનમાં જ દબાવી દેવાની. હું તેનાથી ખાનગીમાં મૅસ્ટરબેટ કરી લઉં છું, પણ મજા નથી આવતી. બાથરૂમમાં વધારે સમય રહું તો તે સમજી પણ જાય છે કે હું શું કરું છું. એમ છતાં, મને સાથ આપવા તૈયાર નથી થતી. તેની ફ્રેન્ડ્સે તેને એવું સમજાવ્યું છે કે રિટાયરમેન્ટ પછી વધારે સેક્સ કરવાથી હાર્ટ પર એની અસર પડે અને હાર્ટ અટૅક આવી શકે. શું આ વાત સાચી છે?
મલાડના રહેવાસી

નિવૃ‌ત્તિ પછી વીકમાં એક જ વાર સેક્સ કરવાનું એવું ક્યાંય, ક્યારેય કોઈ એક્સપર્ટે કહ્યું નથી. આ સાવ ઉપજાવી કાઢેલી વાત છે. સેક્સ કંઈ હોટેલનું ફૂડ નથી કે વીકમાં એકથી વધારે વાર ખાઈએ તો એનાથી હેલ્થ બગડે. ના, એવું ન હોય. ઇચ્છા થાય ત્યારે સેક્સ કરી શકાય અને શરીર સાથ આપે ત્યાં સુધી સેક્સ કરી શકાય. વીકમાં બે વાર પણ સેક્સ કરી શકાય અને જો ક્ષમતા હોય, મન હોય અને પાર્ટનરની તૈયારી હોય તો દિવસમાં બે વાર પણ સેક્સ કરી શકાય, પણ ક્ષમતા, મન અને પાર્ટનરની તૈયારી હોવી જોઈએ. 
સેક્સને જેટલું બંધન આપવામાં આવે એટલું એ મન પર હાવિ થવાનું શરૂ થાય, જે આપણે ત્યાં આજે પણ લોકોને સમજાતું નથી. સેક્સની દબાવી રાખેલી ઇચ્છા ઉકળાટ, અકળામણ અને ઉદ્વેગ આપવાને કારક બને છે માટે તમે મૅસ્ટરબેટ કરો છો એ સારી વાત છે. તમે તમારા વાઇફને બરાબર સમજાવો અને જો એ પછી પણ તે સેક્સ માટે તૈયાર ન થાય તો તમે મૅસ્ટરબૅશન તેનો સાથ લઈને કરો, તમને આનંદ મળશે.
રિટાયર્ડમેન્ટ પછી વધારે સેક્સ કરવાથી હાર્ટ પર એની વિપરીત અસર પડે એ વાત સાવ વાહિયાત છે. જો હાર્ટનો પ્રૉબ્લેમ હોય તો અને તો જ સેક્સનો અતિરેક નડતરરૂપ બને, અન્યથા સેક્સ આનંદ છે અને એ કર્યા પછી પીડા નહીં, આનંદ જ મળે.

columnists sex and relationships