યોગને લીધે મને સેક્સમાં રુચિ વધી છે પણ વાઇફને નહીં

26 May, 2021 11:36 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સેક્સ પ્રત્યે તેની રુચિ વધે એ માટે હું વાયેગ્રા કે એવી કોઈ દવા વાઇફને આપી શકું ખરો? બીજી કોઈ એવી મેડિસિન છે જેને લીધે તેને સેક્સમાં ઇન્ટરેસ્ટ પડે?

GMD Logo

મારી ઉંમર પ૯ વર્ષની છે. હું એક બિઝનેસમૅન છું. ગયા વર્ષના લૉકડાઉન પછી રિટાયરમેન્ટ જેવી જ લાઇફ થઈ ગઈ છે. લૉકડાઉનમાં મેં યોગ શરૂ કર્યા, જેને લીધે હવે પ્રૉબ્લેમ એ થાય છે કે મને દરરોજ સેક્સ માટે ઇચ્છા થાય છે, પણ વાઇફ એના માટે તૈયાર નથી થતી. વાઇફને યોગ તરફ વાળ્યા પછી પણ તેને એવી કોઈ ઇચ્છા થતી નથી અને તે મારાથી દૂર-દૂર રહે છે. મને સમજાતું નથી કે મારે તેને પાસે લાવવા માટે શું કરવું જોઈએ? સેક્સ પ્રત્યે તેની રુચિ વધે એ માટે હું વાયેગ્રા કે એવી કોઈ દવા વાઇફને આપી શકું ખરો? બીજી કોઈ એવી મેડિસિન છે જેને લીધે તેને સેક્સમાં ઇન્ટરેસ્ટ પડે? - મીરા રોડના રહેવાસી

તમારા પ્રશ્ન પર આવતાં પહેલાં કહેવાનું કે યોગને કારણે સેક્સની ઇચ્છા તી‌વ્ર થવા માંડે એવું માનવું કે ધારવું ભૂલભરેલું છે. યોગને લીધે શરીરમાં એનર્જી આવે અને સુસ્તી દૂર થાય એટલે તમને એની સકારાત્મક આડઅસરરૂપે સેક્સ માટે ઇચ્છા થતી હોય એવું બની શકે, પણ સામાન્ય યોગાસનને લીધે સેક્સલાઇફ સુધરી જાય એવું બને નહીં. આ વાતનું ઉદાહરણ તમારી સામે તમારાં વાઇફ જ છે. જો યોગાસનને લીધે સેક્સ માટે રુચિ આવવાની હોત તો તેને પણ આવવા માંડી હોત. જોકે એવું નથી થતું મતલબ કે તમને સેક્સ માટે ઇચ્છા થાય છે, પણ તમે એને તમારા વિચારોને બદલે યોગ સાથે જોડી રહ્યા છો.
કહેવાનો મતલબ એવો નથી કે યોગાસનથી સેક્સલાઇફ સુધરતી નથી. અમુક આસનો એવાં છે જે સેક્સલાઇફને બહેતર બનાવવાનું કામ કરે છે અને વિજાતીય આકર્ષણ પણ જન્માવે છે. જો તમે કોઈ યોગ્ય યોગગુરુની આ બાબતમાં સલાહ લેશો તો એ તમને એવાં આસનોનું સજેશન આપી શકે છે. ઑનલાઇન પણ તમને એવાં આસનો યુટ્યુબડૉટકૉમ પરથી મળી શકે છે. વાત રહી મેડિસિનોનની. તો કહેવાનું એટલું જ કે એના માટે તમે તમારા ફૅમિલી ડૉક્ટરનો કૉન્ટૅક્ટ કરો એ બહેતર રહેશે. ઍલોપથી કરતાં પણ જો એના માટે આયુર્વેદનો આશરો લેશો તો એ વધારે સલામત રસ્તો ગણાશે. જોકે મેડિસિન કરતાં પણ પહેલાં તમે તેને તમારા તરફ આકર્ષિત કરો અને સંબંધોમાં સહજતા લાવો એ જરૂરી છે.

columnists dr mukul choksi