રાજસ્થાનના કેટલાક અનોખા ટૂરિસ્ટ પ્લેસ જેથી તમે છો અજાણ્યા

15 February, 2020 07:51 PM IST  |  Mumbai Desk

રાજસ્થાનના કેટલાક અનોખા ટૂરિસ્ટ પ્લેસ જેથી તમે છો અજાણ્યા

રાજસ્થાન-ભારતના તે રાજ્યોમાંના એક છે, જે દેશથી દૂરના બધાં જ ટૂરિસ્ટનું મન મોહી લે છે. અહીંના કણ-કણમાં આજે પણ રાજપુતની ઝલક દેખાય છે રાજસ્થાન એક એવું નામ છે, જેથી કોઇ વિદેશી પણ આ બાબતથી અજાણ નથી. રાજસ્થાના રણ, કઠપૂતળી ડાન્સ અને વિશાળ કિલ્લાઓનો નજારો લોકોને રોમાંચિત કરી દે છે, પણ શું તમે જાણો છો કે, મહેલો અને કિલ્લાઓથી પર અહીંના ગામડાં અને શહરોની અનોખી કહાણીઓ છે, જે રાજસ્થાનના એક નવા રૂપનું દર્શન કરાવે છે. આજે રાજસ્થાનની એવી બાબતો વિશે જણાવશું જેનાથી તમે હજી સુધી અજાણ્યા છો. આવો જાણીએ, રંગીલા રાજસ્થાનના અનોખા અંદાજ વિશે...

રાજસ્થાનની હૉટ એર બલૂન રાઇડ
જો કે હૉટ બલૂન રાઇડ આજના સમયમાં કોઇ સ્પેશિયલ વસ્તું નથી, પણ આમાં બેસીને તમે પિન્ક સીટીના ટૉપ વ્યૂનો નઝારો તમને ખૂબ જ નવો અનુભવ આપશે. હવામાં ઉડતા લગભગ 400 ફૂટની ઉંચાઇ પરથી આમેરના કિલ્લાનું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. આ રાઇડ માણવા માટે લગભગ એક કલાકનો સમય લાગે છે, જે તમને એકદમ એડવેન્ચરસ ફીલ આપે છે. તો આ વખતે રાજસ્થાન જાઓ તો હૉટ
એર બલૂનમાં બેસવાનું ન ભૂલો.

રહસ્યમયી કુલધારા ગામડું
જેસલમેરનું એક નાનકડું ગામ કુલધારા આજે પણ રહસ્યથી ભરાયેલું છે. કહેવામાં આવે છે કે એક રાતે ગામડાંના હજારો લોકો એકાએક ગાયબ થઈ ગયા. કેમ અને શું થયું આજ સુધી કોઇ નથી જાણતું. જો તમે કંઇ થ્રિલિંગ એક્સપીરિયન્સ કરવા માગો છો તો અહીં જરૂર જાઓ, પણ સાંજે દિવસ આથમવા પહેલા તમને ત્યાંથી પાછાં ફરવું પડશે.

કેમ્પિંગ ઇન ડેઝર્ટ
જો તમે રાજસ્થાન ગયા છો તો તમે રણ તો જોયું જ હશે, પણ કંઇક નવું ફીલ કરવા માટે ડેઝર્ટમાં એક રાતે કેમ્પમાં વિતાવો. તારાઓથી ભરાયેલું, ખુલ્લા આકાશની નીચે એક રાતનું સ્ટે તમને રણનું એક નવું અનુભવ આપશે જેનો આનંદ અતાયર સુધી તમે ક્યારેય નહીં લીધો હોય.

ઓસિઆનના મંદિર
જોધપુરમાં આવેલું ઓસિઆનના મંદિર રાજસ્થાની કલા અને સંસ્કૃતિનું પરફેક્ટ મિક્સ છે. આ મંદિર ખજુરાહો ઑફ જયપુરના નામે પણ ઓળખવામાં આવે છે જેમાં કાળી માતા સિવાય હિન્દુઓના અનેક ભગવાનોના મંદિર છે.

rajasthan travel news