ફિલાડેલ્પિયાની વાઇબ્રન્સી ત્યારે જ માણી શકાય જ્યારે શહેરની ગલીઓમાંથી પસાર થઇએ. જાણો તમારે માટે દરેક વળાંકે કેવી સરસ સરપ્રાઇઝ છે. એલફ્રેથ્સ એલી એ દેશની સૌથી જુની ગલી છે જ્યાં લોકો હંમેશાથી વસ્યા છે. 18મી અને 19મી સદીમાં તે કારીગરો અને વ્યાપારીઓનું ગણાતી. એલફ્રેથ્સ એલી એસોસિએશન કોલોનિયલ કાળના લેન્ડમાર્ક સમી આ સ્ટ્રીટ ને જાળવે છે અને તેમાં 32 રૉ હોમ્સ છે જ્યાં ફ્લાવર બૉક્સિઝ, શટર્સ અને બોન્ડ બ્રિકવર્ક કરેલાં છે. આ તમામ અમેરિકાની ખાસિયત છે. ઘર નંબર 115 અને 117ની વચ્ચે એક સરસ લેમ્પપોસ્ટ પર બ્લેડન્સ કોર્ટમાં જવાની સાઇન છે જ્યાં ઘરો છે તો વૃક્ષોથી ઘેરાયલા બેકયાર્ડ્ઝ પણ છે. અહીંના ઘરનંબર 124 અને 126માં હોમ મ્યુઝિયમ છે તે અચૂક જોજો. નજીકમાં બે ડઝનથી વધુ હિસ્ટોરિક સ્થળો નેશનલ હિસ્ટોરિકલ પાર્કમાં છે સાથે ઇન્ડિપેન્ડન્સ હૉલ. લિબર્ટી બેલ, પ્રેસિડન્ટનુ ઘર અને બેન્જામિન ફ્રેકલિન મ્યુઝિયમ, ક્રાઇસ્ટ ચર્ચ જેવાં સ્થળો છે.
15 November, 2024 04:45 IST | Mumbai | Chirantana Bhatt