ભારતનું એકમાત્ર એવો પુલ જેનું ઉદ્ધાટન આજ સુધી નથી થયું, ચોંકાવશે કારણ

06 December, 2019 08:04 PM IST  |  Mumbai Desk

ભારતનું એકમાત્ર એવો પુલ જેનું ઉદ્ધાટન આજ સુધી નથી થયું, ચોંકાવશે કારણ

વિશ્વભરમાં એવા કેટલાય પુલ છે જે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. ક્યાંક ક્યાંક આ પુલ દેશની શાન પણ કહેવાય છે. આવો જ એક પુલ ભારતમાં પણ છે, જે ફક્ત દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચોંકાવનારી બાબત તો એ છે આ વિશ્વપ્રસિદ્ધ પુલનું ઉદ્ધાટન નથી થયું.

આ પુલ છે કોલકાતાનું હાવડા બ્રિજ. આ હંમેશાથી કોલકાતાની ઓળખ રહ્યું છે. આ પુલ બન્યાને 76 વર્ષ થઈ ચૂક્યા છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ડિસેમ્બર 1942માં જાપાનનો એક બૉમ્બ આ બ્રિજથી થોડાંક જ અતંરે પડ્યો હતો, પણ આ બ્રિજ ત્યારે પણ જેમનું તેમ જ ઊભું રહ્યું, જેવું આજે ઊભું છે.

બીબીસીની રિપોર્ટ પ્રમાણે, ઓગણીસમી સદીના છેલ્લા દાયકાઓમાં બ્રિટિશ ઇન્ડિયા સરકારે કોલકાતા અને હાવડા વચ્ચે વહેતી હુગલી નગી પર એક તરતાં પુલના નિર્માણની યોજના બનાવી હતી, આવું એટલા માટે કરવામાં આવ્યું કારણે કે તે સમયે હુગલીમાં રોજના કેટલાય જહાજો આવતા-જતાં હતા. થાંભલાવાળું પુલ બનાવવાથી જહાજોના આવાગમનમાં કોઇ અટકાવ ન આવે એટલા માટે 1871માં હાવડા બ્રિજ એક્ટ પાસ કરવામાં આવ્યું.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

વર્ષ 1936માં હાવડા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું અને 1942માં આ પૂરું થઈ ગયું. તેના પછી 3 ફેબ્રુઆરી, 1943ના આ બ્રિજ જનતા માટે ખોલી દેવામાં આવ્યો. તે સમયે આ પુલ વિશ્વમાં પોતાના જેવો ત્રીજો લાંબો બ્રિજ હતો.

kolkata travel news