ચાલો ફરવાઃ કેદારકંઠા જવું છે? તો આ રીતે કરી શકશો પ્લાનિંગ,જાણો ખર્ચ અને પ્લાનિંગની તમામ વિગતો

05 August, 2022 11:44 AM IST  |  Mumbai | Dharmishtha Patel

ટ્રેકર ધર્મિષ્ઠા પટેલે કેદારકંઠા ટ્રેકનો અનુભવ વહેંચ્યો અને આ શૃંખલાની છેલ્લી કડીમાં આજે તેમણે વિગતો આપી છે કે કેદારકંઠા ટ્રેક કરવો હોય તો કઇ સિઝનમાં કરવો, કેટલા ખર્ચાની તૈયારી રાખવી અને બીજી કઇ રીતે સજ્જ રહેવું

ફ્રોઝન લેક - તસવીર- ધર્મિષ્ઠા પટેલ

ઘણા લોકો કેદારકંઠા અને કેદારનાથમાં કન્ફ્યૂઝ થતા હોય છે. પણ આ બન્ને અલગ અલગ જગ્યાઓ છે. કેદારનાથ એક પવિત્ર ધર્મ સ્થળ છે, જ્યારે કેદારકંઠા એક પીક છે.  જો તમને મારા આર્ટિકલ, ઈન્ટરનેટ કે કોઈ મિત્ર દ્વારા કેદારકંઠા ટ્રેક અંગે સાંભળ્યું હોય અને જો તમે આ ટ્રેક કરવા માંગતા હોવ તો આ આર્ટિકલ તમારા માટે છે. જો તમે ફસ્ટ ટાઈમ કોઈ ટ્રેક કરવા માંગો છો તો પણ આ ટ્રેકની પસંદગી કરી શકો છે. અહીં આ ટ્રેક ક્યાં, કેવી રીતે, ક્યારે અને કેટલા ખર્ચમાં થાય છે તેમજ તેના માટેની તૈયારી અંગેની તમામ જાણકારી આપવામાં આવી છે.

1. ક્યાં છે કેદારકંઠા ટ્રેક અને શું છે તેનું આકર્ષણ?

 કેદારકંઠા ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સાંકરી ગામથી શરુ થાય છે. જે ગોવિંદ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરીની હદમાં સ્થિત છે. ગઢવાલ હિમાલયની સાંકરી રેન્જનો આ ટ્રેક ભારતનો સૌથી પ્રખ્યાત અને સૌથી સુંદર છે. ટ્રેકમાં મળતો સ્નો, ઓક, ભૂર્જવૃક્ષ (birch) અને દેવદારના જંગલો, ફ્રોઝન લેક તથા કેદારકંઠા સમિટ પરથી દેખાતો સૂર્યોદચ તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.  પીક પરથી દેખાતો પહાડોનો 360 ડિગ્રી વ્યૂહ પણ મનમોહક હોય છે.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ કેદાર કંઠાના ટ્રેકમાં જોઇ ઝેરીલી નદી અને ભાન ભૂલાવે તેવું સૌંદર્ય

2. કેવી રીતે પહોંચશો ?

નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન દહેરાદૂન છે. દહેરાદૂનથી સાંકરીનું અંતર 186થી 200 કિમીનું છે. જ્યાં પહોંચવામાં 8થી 10 કલાકનો સમય લાગે છે. દહેરાદૂન રેલવે સ્ટેશન પાસેના બસ સ્ટેન્ડ પાસેથી સાંકરીની ડાયરેક્ટ બસ મળશે.  જે સવારે 6. 30 વાગે અને 7. 30 વાગે મળશે. જેનું ભાડુ 350થી 400 રુપિયા હશે. જે 10 કલાકમાં સાંકરી પહોંચાડશે.  જો તમે આ બસ ન પકડી શક્યા તો તમારે પ્રાઈવેટ ટેક્સી કે બોલેરો હાયર કરીને જવું પડશે. જે માટે વાહક 5500થી 8000 ભાડું વસુલી શકે છે. બીજી એક બસ હાનોલની છે જેની મદદથી તમે મોરી સુધી જઈ શકો છો. ત્યાંથી તમારે પ્રાઈવેટ ટેક્સી કે અન્ય વેહિકલ કરવું પડશે.



3. ટ્રેકનું ડિફિકલ્ટી લેવલ કેટલું છે અને બેસ્ટ સિઝન કઈ છે?

આ ટ્રેક ઈઝી ટુ મોડરેટ કેટેગરીમાં આવે છે. જો તમે પહેલીવાર કોઈ ટ્રેક કરવા માંગો છો તો પણ આ ટ્રેકની પસંદગી કરી શકો છે. બિગનર માટે આ બેસ્ટ ટ્રેક છે. ટ્રેકમાં જવાની ઉત્તમ સિઝન મિડ ડિસેમ્બરથી જાન્યુઆરી છે. આ સમયમાં ટ્રેકની ખૂબ મજા આવે છે. જો કે નવેમ્બરથી એપ્રિલ સુધી આ ટ્રેક થતો હોય છે.  

4. કેટલા દિવસનો ટ્રેક છે?

આ ટ્રેક 5 દિવસ અને 4 નાઈટનો છે.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ અંધારામાં એકલા બાથરુમ જવાની ભૂલ ભારે પડી - કેદારકંઠાના ટ્રેક ભાગ 2


5.  કેદારકંઠા સમિટની હાઈટ કેટલી છે અને તે કૂલ કેટલા કિલોમિટરનો ટ્રેક છે ?

કેદારકંઠા સમિટ કે પીકની હાઈટ 12500 ફીટ (3800 મીટર) છે. આ ટ્રેક કુલ 20 કિમીનો છે. સાંકરી 6400 ફીટ પર સ્થિત છે. જ્યારે જુડા કા તાલાબ 8700 ફીટ (2786 મીટર) પર સ્થિત છે. સાંકરીથી જુડા કા તાલાબનું અંતર 4 કિમીનું છે. તો જુડા કા તાલાબથી 10, 250 ફીટ (3430 મીટર) પર સ્થિત લુહાસુ એટલે કે કેદારકંઠા બેસ કેમ્પનું અંતર 7 કિમીનું છે. તો બેસ કેમ્પથી કેકે સમિટનું અંતર 6 કિમીનું છે. બેસ કેમ્પથી અર્ગોન(8000 ફીટ)નું અંતર  6 કિમીનું છે. તમે ઈચ્છો તો સમિટથી સીધા સાંકરી આવી શકો છો જેનું અંતર 14 કિમી છે જે 6થી 7 કલાકમાં કાપી શકાય છે.

6. ટ્રેક પર જતા પહેલા શું તૈયારી કરશો?

ધ્યાન રહે કે ટ્રેક 5 દિવસનો છે.  વધારે વજન લઈ જવાની જરુર નથી. તમારા રકસેકનું વજન 10થી 12 કિલો જ રાખવું યોગ્ય રહેશે. સ્નો ટ્રેક છે તો ગેટર, કેમ્પ્રોન તેમજ રેઈન કોટ કે પછી પોન્ચો અચૂક રાખવો, વુલન કેપ, હેન્ડ ગ્લોવઝ, જેકેટ કે પછી વિન્ડ પ્રૂફ અચૂક રાખવું. એક થર્મલ પેર તથા વુલન અને કોટન સોક્સની 2 -2 પેર અચૂક લેવી. તેમજ હેડ ટોચ ભૂલ્યા વગર લેવી. તમારી જરુરીયાત હોય તો વોકિંગ સ્ટીક લઈ જઈ શકો છે. પીક પરની સુંદર ફોટોગ્રાફી માટે મોબાઈલમાં જગ્યા અને કેમેરા અચૂક લઈ જવો જોઈએ. આ સિવાય તમારી જરુરીયાતનો સામાન લઈ જવો. તેમજ આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરીની અંદર આવે છે. જેથી તમારો ફોટો અને આઈડી પ્રુફ પણ સાથે રાખવા.

 

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ એ દિવસે પશુનો અવાજ ન આવ્યો હોત તો કેદારનાથ મંદિર અહીં બન્યું હોત – કેદારકંઠા ટ્રેક ભાગ ૩


6. કેટલા રુપિયામાં થાય છે?

અલગ અલગ ટ્રેકિંગ ઓર્ગેનાઈઝર કંપનીઓમાંથી તમે તેને બુક કરાવી શકો છો. જેમાં દરેક કંપનીના રેટ અલગ અલગ હોય છે. જે 6000થી લઈને 10,000 સુધીનો ફી ચાર્જ કરતા હોય છે. જો તમે સોલો ટ્રેક કરવા માંગતા હોવ તો તમારે ગોવિંદ વિહાર નેશનલ પાર્ક ઓથોરિટીની પરવાનગી લેવાની રહેશે. જેના માટે તમારે તેમના દ્વારા ઓથરાઈઝ લોકલ ગાઈડ હાયર કરવો પડશે. આ ગાઈડ પર ડેના 1 હજાર ચાર્જ કરશે. પીક સિઝનમાં અનેક ટ્રેકિંગ કંપની તેમને હાયર કરતી હોય છે. જેથી તમારે એડવાન્સમાં તેમને બુક કરવો પડશે જેથી તમારા ટ્રેકના 4 દિવસ એ અન્ય કોઈ ગ્રુપ સાથે ન જાય. પરમિશન ફી નોમિનલ હોય છે.

 
travelogue travel news Trekking life and style uttarakhand